ન્યુ દિલ્હી,તા.૧૭
બાબા રામદેવની પતંજલિ આયુર્વેદની ગ્રોથ ગત એક વર્ષમાં નબળી પડી છે. આ પાછળ પતંજલિથી મોટા ભાગની સ્પર્ધક કંપનીઓ તરફથી નેચરલ અને હર્બલ પ્રોડક્ટનું લાન્ચ કરવાનું પ્રમુખ કારણ બતાવવામાં આવી રÌšં છે. કેન્ટોર વર્લ્ડપેનલ ડેટાના તાજેતરના આંકડા અનુસાર, પતંજલિનું કદ ઓક્ટોબરથી માર્ચ ૨૦૧૮ સુધીમાં ૭ ટકા વધ્યું હતું. જ્યારે એપ્રિલથી સપ્ટેમ્બર ૨૦૧૭ સુધી આ ટકાવારી ૨૨% હતી. ગયા વર્ષે સમાન સમયગાળાની સરખામણીમાં આ ૫૨ ટકા અને ૪૯ ટકા ઓછો છે, જે મુખ્ય ડ્રોપ છે
આ સ્થિતિ હાલમાં આવેલી બીજી રિપોર્ટમાં છે, જેમા ઇશારો કરવામાં આવ્યો છે કે પતંજલિએ પોતાના શિખરને આંબી લીધુ છે. તગ અઠવાડિયે ક્રેડિટ સૂઇસે પોતાની રિપોર્ટમાં કહ્યું હતું કે, નાણાકિય વર્ષ ૨૦૧૮માં પતંજલિની સેલ્સ ગ્રોથમાં ૪ વર્ષમાં વૃદ્ધિ થઇ નથી. આ પહેલાના નાણાકીય વર્ષ સુધી કંપની ૧૦૦% સીએજીઆરથી ગ્રોથ હાંસલ કરી રહી હતી. જાકે, ક્રેડીટ સૂઇસે પતંજલિની એક્ચૂઅલ સેલ્સ અને ગ્રોથને લઇ કોઇ આંકડો આપ્યો નથી.
પતંજલિના પ્રવક્તા એક કે તિરાજાવાલાએ જણાવ્યું કે,’એફએમસીજી સેક્ટરમાં પતંજલિ સૌથી વધારે હલચલ મચાવનારી કંપની રહી છે. હવે માર્કેટમાં આ બ્રાન્ડ સ્થાપિત થઇ ગઇ છે. અમારા માર્કેટ શેરમાં વૃદ્ધિ થઇ રહી છે. અમે બીજી તરફ એફએમસીજી કંપનીઓ વિષે ગ્રોથ મેળવી રહ્યા છીએ.’ તેમણે કહ્યું,’પતંજલીએ ગત કેટલાક જ વર્ષમાં ગ્રાહક ફેસિંગ આયુર્વેદિક બિજનેસને ઉભો કર્યો છે. અમે સ્થાપિત મલ્ટિનેશનલ બ્રાન્ડસને તમામ કેટેગરીમાં પડકાર આપ્યો છે.’
(જી.એન.એસ.)
જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
Mo. 9978406923
PRESS card આપવામાં આવશે


"વંદે માતરમ ,ભારત માતાકી જય"



