બે ટ્રક સામસામે અથડાતા ૧ વ્યક્તિનું મોત, ૧ ઇજાગ્રસ્ત

0
31

બાયડ,તા.૨૮
બાયડના ડેમાઈ નજીકના પુલ પર ગુરૂવારે સવારે બે ટ્રક સામ-સામે અથડાતા ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો. જેમાં એક વ્યક્તિનું મોત નિપજ્યું છે જ્યારે એક વ્યક્તિ ઘાયલ છે. હાલ ઇજાગ્રસ્તને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો છે. આ ઘટનાની જાણ થતાની સાથે પોલીસ ત્યાં પહોંચીને તપાસ શરૂ કરી હતી.
આ મામલે મળતી માહિતી પ્રમાણે બાયડનાં ડેમાઇ નજીક પુલ પર બે ટ્રક સામ સામે અથડાયા હતાં જેનાથી અકસ્માત સર્જાયો હતો. એક કિમી લાંબો ટ્રાફિકજામ સર્જાયો હતો. જેના કારણે લોકોને હાલાકીનો સામનો કરવો પડ્યો હતો. ટ્રાફિક જામ થતાની સાથે પોલીસનો કાફલાએ ટ્રાફિક યથાવત કરાવ્યો હતો. જેના કારણે થોડા જ સમયમાં ટ્રાફિક કાબુમાં આવી ગયો હતો. પોલીસે આ મામલામાં મૃતકનાં મૃતદેહને પીએમ માટે ખસેડવામાં આવ્યો હતો.
અન્ય એક અકસ્માત વડોદરા પાસે નેશનલ હાઇવે નં-૪૮ પર વરણામા ગામ પાસે થયો હતો. ઉભેલા ટ્રકની પાછળ કાર ઘૂસી જતા બે મિત્રોના મોત નીપજ્યા છે. પોલીસે ઘટના સ્થળે દોડીને આ મામલે વધુ તપાસ હાથ ધરી છે.

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY