ઈન્ડિયન આઇડોલની સ્પર્ધકનાં ખાતામાંથી ગઠિયાએ રૂ.૧.૭ લાખ ઉપાડી લીધા

0
312

રાંચી,તા.૨૦
ઝારખંડમાંથી એક ૨૨ વર્ષીય યુવકની ધરપકડ કરવામાં આવી છે. યુવક પર આક્ષેપ છે કે તેણે ‘ઇન્ડિયન આઇડોલની સ્પર્ધક રહેલી એક યુવતી સાથે રૂ. ૧.૭૦ લાખની છેતરપિંડી કરી છે. આ માટે તેણે યુવતીને ફોન કરીને પોતે બેંકનો એકિજકિયુંટિવ હોવાનો ઢોંગ કર્યો હતો.
મુંબઈ પોલીસની સાઇબર સેલની મદદથી સાયન પોલીસે સોમવારે આરોપી રાજકુમાર જયનારાયણ મંડાલની ધરપકડ કરી હતી.
મંડાલે ગત વર્ષે ઇન્ડિયન આઇડોલમાં ભાગ લેનારી અવંતી પટેલ (ઊં.વ.૨૩) અને તેની બહેનને પોતે જાહેર ક્ષેત્રની બેંકનો પ્રતિનિધિ હોવાનું જણાવી ફોન કર્યો હતો.
બંને સાથે વાતચીત દરમિયાન મંડાલે બંનેની બેંકની વિગતો અને ડેબિટ કાર્ડના પાસવર્ડની માહિતી મેળવી લીધી હતી. બાદમાં આ યુવકે છેતરપિંડી કરીને અવંતી તેમજ તેની બહેનના ખાતામાંથી રૂ. ૧.૭ લાખ ઉપાડી લીધા હતા. યુવકે આ રકમ અન્ય એક બેંક ખાતામાં અને મોબાઇલ વોલેટ પેટીમમાં ટ્રાન્સફર કરી લીધા હતા.
તપાસ દરમિયાન પોલીસને માલુમ પડ્યું હતું કે યુવતીને ફોન કરનાર યુવક ઝારખંડમાંથી છે, તેમજ જે ખાતામાં પૈસા ટ્રાન્સફર કરવામાં આવ્યા હતા તેની વિગતો પણ પોલીસને મળી હતી.
પોલીસે યુવકની ધરપકડ માટે એક ટીમ ઝારખંડ મોકલી હતી.

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY