વોર્ડ નંબર ત્રણમાં ગેરકાયદે તાણી દેવાયેલા છઠ્ઠા માળનું ડીમોલીશન

0
9

મિલ્કતદાર પાસેથી ડીમોલીશન ચાર્જ પણ વસૂલાયો
સુરત, તા.૧૬
સેન્ટ્રલ ઝોનના કાર્યપાલક ઈજનેરની સૂચના અને માર્ગદર્શન હેઠળ સેન્ટ્રલ ઝોન વિસ્તારમાં આવેલ વોર્ડ નં.૩, નોધ નં.૨૫૫૬/બ/૪, ૨૫૫૬/બ/૧/બ/૧/બ/૧/અ વાળી મિલ્કતમાં મિલ્કતદાર સાબુવાલા અબ્દુલ વહાબઅબ્દુલ કાદર તથા અન્યો દ્વારા સુરત મહાનગરપાલિકાનાં મંજુર કરાયેલ પ્લાન વિરૂદ્ધ બાંધકામ કરતા તા.૧૫-૩-૨૦૧૯ના રોજ સેન્ટ્રલ ઝોનના શહેર વિકાસ વિભાગ, દબાણ ખાતાના સ્ટાફ તથા સુરત મહાનગરપાલિકાના સિક્યોરિટી સ્ટાફની મદદથી ડીમોલીશન કરવામાં આવેલ. જે અંતર્ગત છઠ્ઠા માળે આશરે ૪૫૦ ચો.ફુટ આર.સી.સી. સ્લેબ દુર કરવામાં આવેલ છે. સદર ડીમોલીશન પેટે મિલ્કતદાર પાસે કુલ રૂ.૫૦ હજર, વહીવટી ચાર્જ, રૂ.૧૦ હજાર, સિક્યુરિટી ડીપોઝીટ તથા રૂ.૧૦ હજાર સી.એન્ડ.ડી.વેસ્ટ પેટે વસૂલ કરવામાં આવેલ છે.

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY