સેલિનાની ફિલ્મ ‘સીજન્સ ગ્રીટિંગ્સ’ ઇન્ટીમસી સુપરવાઇઝરની હાજરીમાં શૂટ થઇ

0
234

મુંબઈ,તા.૨૦
ઓક્ટોબર મહિનામાં તનુશ્રી દત્તાએ મી ટુ કેમ્પેઇન બોલિવૂડમાં શરૂ કર્યો હતો. જેની આંધીમાં ઘણાં મોટા નામો આવ્યા અને પછડાયા બાદમાં મીટૂનું એક સકારાત્મક પક્ષ સામે આવ્યો. અને આ સાથે જ સેલિના જેટલીની કમબેક ફિલ્મ ‘સીજન્સ ગ્રીટિંગ્સ’નાં મેકર્સે સેન્સિટિવ સીન્સની મોનીટરિંગ માટે એક ફિમેલ ઇન્ટીમસી સુપરવાઇઝરને હાયર કરી.
પહેલી ફિલ્મ જે મોનિટરિંગ હેઠળ બની- સંભવતઃ આ બોલિવૂડની પહેલી ફિલ્મ છે જેનાં ઇન્ટીમેટ સિન્સનું શૂટિંગ કોઇ ફીમેલ સુપરવાઇઝરની હાજરીમાં થયું. આ ફિલ્મનાં સીન્સનું શૂટિંગ કોલકત્તામાં થયુ. આ સીન એક પેન્ટ હાઉસમાં સેલિના જેટલી અને તેનાં કો-સ્ટાર અઝહર ખાનની વચ્ચે શૂટ થયા છે. જેનું મોનિટરિંગ શોસિયલ એકિટવિસ્ટ મનીષઆ બસુની હાજરીમાં થયું.
આ મામલે સેલિનાએ ટિવટ કરીને કહ્યું કે, ડિરેક્ટર રામકમલ મુખર્જીને આ આઇડિયા આવી હતી જે બાદ તેમણે આ પગલું લીધું.તેમને એક જર્નાલિસ્ટે શૂટિંગ દરમિયાન જણાવ્યું હતું કે, હોલિવૂડ ફિલ્મમાં ઇન્ટિમસી સિન્સનાં શૂટિંગ માટે સુપરવાઇઝર હાયર કરવામાં આવે છે તેનાં પર તમારું શું માનવું છે ત્યારથી જ તેમનાં મનમાં આ મુદ્દે વિચાર હતો.

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY