રાંચી,તા.૧
ઝારખંડમાં મોબ લિન્ચિંગની વધુ એક ઘટના સામે આવી છે. રાજ્યના દુમકા જિલ્લાના ચિન્હુટિઆ ગામમાં લોકોએ એક ચોરને ઢોર માર મારી તેની હત્યા કરી નાંખી છે. દુમકાના એસપીએ જણાવ્યું છે કે, ચાર લોકો ચોરી કરવા માટે ગામમાં પહોંચ્યા હતા અને ગ્રામજનોએ તેમને ચોરી કરતા પકડી લીધા હતા. જો કે ચારમાંથી ત્રણ ભાગી નીકળવામાં સફળ રહ્યા હતા.
ચારમાંથી એક યુવક ગ્રામજનોના હાથે લાગી જતા ટોળાએ તેને નિર્દયતાપૂર્વક માર્યો હતો. મૃતક મોસ્ટ વોન્ટેડ ગુનેગાર હતો. એસપીએ જણાવ્યું હતું કે, આ મામલે એફઆઇઆર દાખલ કરવામાં આવી છે. પોલીસે ૪ લોકોની ધરપકડ પણ કરી છે. ઘરપકડ કરાયેલા લોકો સાથે પૂછપરછ કરવામાં આવી રહી છે.
પ્રાપ્ત માહિતી મુજબ, ચોરો ગુરુવારે આનંદ લાલ મરાંડીના ધરમાંથી એક બેગ અને અન્ય વસ્તુઓ લઇને ભાગવાનો પ્રયાસ કરી રહ્યા હતા ત્યારે ગ્રામજનોએ તેમને પકડી લીધા હતા. મૃતકની ઓળખ ભોલા હાજરા તરીકે થઇ છે. તે લોહરિયા ગામનો રહેવાસી હતો. તેની વિરુદ્ધ ચોરી અને આર્મ્સ એક્ટ હેઠળ કેસ દાખલ થયેલા છે. ગયા ત્રણ મહિનામાં રાજ્યમાં મોબ લિન્ચિંગની આ ત્રીજી ઘટના છે.
"વંદે માતરમ ,ભારત માતાકી જય"



