વડોદરા,તા.૨૪
વડોદરા જિલ્લાના ડભોઇની અક્ષરધામ સોસાયટીમાં રહેતા બિલ્ડરના પુત્રનું અપહરણ કરી ૪૦ લાખની ખંડણી માંગનારા મુખ્ય ષડયંત્રકારી મહિલા સહિત ૩ આરોપીની ડભોઇ પોલીસે ધરપકડ કરી આ મામલે વધુ તપાસ હાથ ધરી છે. ડભોઇના બિલ્ડર નિલેષ ઉર્ફે જયેશ કિશનભાઇ પટેલના ૮માં ધોરણમાં ભણતો ૧૩ વર્ષીય પુત્ર ગત ગુરૂવારે સાઇકલ લઇ ઘરેથી ટ્યૂશને જવા નીકળ્યો હતો. તે સમયે કારમાં આવેલા કેટલાક અજાણ્યા ઇસમોએ તેનું મોઢું દબાવી અપહરણ કરી ભાગી છૂટ્યા હતા.
મોડે સુધી ટ્યૂશનમાંથી પુત્ર ઘરે ન પહોંચતા પિતાએ તેની તપાસ શરૂ કરી હતી. આ સમયે સેજલબેન ભાટીયા નામની મહિલાએ જયેશભાઇને ફોન કરી કહ્યું કે તમારા નામનું કવર કોઇ આપી ગયું છે. જયેશભાઇ તુરંત જ ત્યાં પહોંચી ગયા હતા જયેશભાઇએ કવર ખોલતા તેમાંથી ચિઠ્ઠી નીકળી હતી, જેમાં લખ્યું હતું કે, તમારા છોકરાનું અમે અપહરણ કર્યું છે. ૪૦ લાખની જાગવાઇ કરો અને તમે જે દુકાને બેસો છો તેની આગળની દુકાને જે મહિલા બેસે છે, ત્યાં ખોખામાં પેક કરી ખબર ન પડે તેમ રૂપિયા મુકી દેશો. જા પોલીસને જાણ કરશો તો તમે તમારા પુત્રને ખોઇ બેસશો.
ચિઠ્ઠી વાંચ્યા બાદ પુત્રનો જીવ બચાવવા પિતા રૂપિયાની ગોઠવણમાં પડ્યા હતા. જાકે રૂપિયાની વ્યવસ્થા ન થતાં તેઓએ પોલીસને બનાવની જાણ કરી હતી. જેથી ડભોઇ પી.આઇ. જે.એમ.વાઘેલાએ અપહરણ કારોને ઝડપી પાડવા કવાયત હાથ ધરી હતી. પોલીસના ડરથી અપહરણકારો સગીરને સંખેડા ચોકડી પર છોડી મુકીને ભાગી છૂટ્યા હતાં. જેથી તેમનો પુત્ર સહી સલામત ઘરે પહોંચ્યો હતો.
ડભોઇ પોલીસે તપાસ કરતા બિલ્ડર જયેશભાઇને ચિઠ્ઠી આપનાર મહિલા સેજલે જ ચિઠ્ઠી લખી હોવાનું ખુલ્યું હતું. આ મહિલા જ અપહરણની માસ્ટર માઇન્ડ હતી. પોલીસે મહિલા સેજલ ગીરીશભાઇ ભાટીયા, સુશિલભાઇ શર્મા અને મનિષ ભોલા શર્માની ધરપકડ કરી હતી.
"વંદે માતરમ ,ભારત માતાકી જય"





