નવી દિલ્હી,તા. ૩
જસ્ટીસ રંજન ગોગોઇએ આજે દેશના ૪૬માં સીજેઆઇ અથવા તો ચીફ જસ્ટીસ ઓફ ઇÂન્ડયા તરીકે શપથ લીધા હતા. રાષ્ટ્રપતિ ભવનમાં આયોજિત કરવામાં આવેલા કાર્યક્રમમાં તમામ ટોપની હસ્તીઓ હાજર રહી હતી. રાષ્ટ્રપતિ રામનાથ કોવિન્દે તેમને હોદ્દા અને ગુપ્તતાના શપથ લેવડાવ્યા હતા. સવારે પૌણા ૧૧ વાગે આ શપથવિધી યોજવામાં આવી હતી. સીજેઆઇ બનનાર તેઓ પૂર્વાંચલના પ્રથમ જજ છે. તેમના પિતા આસામના મુખ્યપ્રધાન રહી ચુક્યા છે. આ પહેલા પૂર્વ સીજેઆઇ દિપક મિશ્રા સુપ્રીમ કોર્ટના સ્થાયી જજ તરીકે ૨૧ વર્ષની સેવા બાદ નિવૃત થયા હતા. તે પૈકી ૧૪ વર્ષ સુધી તેઓ જુદી જુદી હાઇકોર્ટમાં જજ તરીકે રહ્યા હતા. જસ્ટીસ ગોગોઇ ૨૮મી ફેબ્રુઆરી ૨૦૦૧ના દિવસે ગુવાહાટી હાઇકોર્ટના જજ બન્યા હતા. ૨૩મી એપ્રલ ૨૦૧૨ના દિવસે સુપ્રીમ કોર્ટના જજ તરીકે શપથ લીધા હતા. હાઇકોર્ટ અને સુપ્રીમ કોર્ટમાં લાંબા સમય સુધી સેવા આપી હોવા છતાં તેમની ખાનગી સંપત્તિ મામુલી રહી છે. સફળ વરિષ્ઠ વકીલોની તુલનામાં તેમની સંપત્તિ નહીંવત સમાન છે. સીજેઆઇની પાસે સોનાની કોઇ જ્વેલરી નથી. તેમની પÂત્ન પાસે પણ જે જ્વેલરી છે તે તેમના લગ્ન વેળાની રહેલી છે. પૂર્વ સીજેઆઇ મિશ્રાની પાસે સોનાની બે અંગુઠી છે. જા કે ગોગોઇ પર કોઇ પણ દેવુ નથી. પૂર્વ સીજેઆઇની પાસે દિલ્હીના મયુર વિહારમાં એક ફ્લેટ ખરીદવા માટે ૨૨.૫ લાખ રૂપિયાની લોન લીધેલી છે. મિશ્રાની પાસે કટકમાં એક અન્ય આવાસ પણ છે. એલઆઇસી પોલીસી સહિત સીજેઆઇની પાસે કુલ ૩૦ લાખ રૂપિયાના બેંક બેલેન્સ છે. એલઆઈસી પોલિસી સહિત સીજેઆઈ ગોગોઇ અને તેમની પÂત્નની પાસે કુલમળીને ૩૦ લાખ રૂપિયાના બેંક બેલેન્સ છે. જુલાઈ મહિનામાં તેઓએ એફિડેવિટમાં કહ્યું હતું કે, તેઓએ ગુવાહાટીમાં બેલટોલામાં હાઈકોર્ટમાં જજ બનતા પહેલા ૧૯૯૯માં એક પ્લોટની ખરીદી કરી હતી. પોતાના ઘોષણાપત્રમાં એમ પણ કહેવામાં આવ્યું છે કે, આ પ્લોટને તેઓએ જૂનમાં ૬૫ લાખ રૂપિયામાં વેચી દઇને ખરીદદારના નામ ઉપર કરી દેવાની સત્તાવાર જાહેરાત કરી હતી.
તેમણે એમ પણ કહ્યું છે કે, તેમની માતાએ જૂન ૨૦૧૫માં ગુવાહાટી નજીક જૈપોરિગોગ ગામમાં જમીનના એક પ્લોટ તેમના અને તેમની પÂત્નના નામે ટ્રાન્સફર કરી દીધા હતા. બીજી બાજુ સુપ્રીમ કોર્ટના સફળ વકીલ એક દિવસમાં ૫૦ લાખ રૂપિયાની કમાણી કરી લે છે. સોમવારના દિવસે સીજેઆઈ તરીકે મિશ્રાએ વિદાય કાર્યક્રમમાં જ્યારે એટર્ની જનરલ વેણુગોપાલ જજાના પગારના મુદ્દા ઉપર વાત કરી રહ્યા હતા ત્યારે તેમના મનમાં સુપ્રીમ કોર્ટના જજના એક લાખ રૂપિયાના મહિને પગારનો મુદ્દો રહ્યો હશે. અલબત્ત જજના પગાર ઉપરાંત ભથ્થા અને શાનદાર આવાસની સુવિધા પણ આપવામાં આવે છે.
સંપૂર્ણ સમાચાર સેવા
જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
Mo. 9978406923
PRESS card આપવામાં આવશે
આવતી કાલના સમાચાર પત્રો ના સંભવિત સમાચાર આજે જ નિહાળો.(રોજ રાત સુધી માં 100 થી વધુ સમાચાર માટે જોતા રહો)
www.jungegujarat.in
*જાહેરાત માટે સંપર્ક કરો
7574888861*



"વંદે માતરમ ,ભારત માતાકી જય"


