મુંબઈ,તા.૯
કેટલાક દિવસની રાનૂ મંડલનો એક વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઇ રહ્યો છે. જેમાં તે ફેન પર ગુસ્સો કરતી નજરે પડે છે. થયું એવું હતું કે એક મહિલા ફેને રાનૂ મંડલના ખભા પર હાથ મૂકી તેની સાથે સેલ્ફી પડાવવા માટે કહ્યું. જે પછી રાનૂ મંડલને ગુસ્સો આવ્યો. અને તેણે પુછયું કે તમે આ રીતે અડીને કેમ પૂછી રહ્યા છો? આ વાતનો વીડિયો તે બાદ સોશિયલ મીડિયા પર વાયરલ થયો. અને લોકોએ રાનૂની ખૂબ મજાક ઉડાવી અને ટ્રોલ પણ કરી. અનેક લોકોએ કહ્યું કે તેને પ્રસિદ્ધી પચી નથી રહી. લોકોએ આ અંગે મીમ્સ પણ બનાવ્યા.
હવે સોશિયલ મીડિયા પર તેમનો બીજો એક વીડિયો સામે આવ્યો છે. જેમાં તે મીડિયા સામે એટીટયૂડ દેખાડતી નજરે પડે છે. મીડિયા તેમને સવાલ પૂછી રહી છે. અને તે સવાલોને ટાળી રહી છે. અને જવાબ નથી આપતી. વીડિયોમાં પહેલા રાનૂ મંડલ મીડિયા સામે દેખાય છે. પછી બેગમાંથી કંઇક નીકાળીને તે ખાઇ રહેલી દેખાય છે. અને તે પછી મીડિયાના સવાલોને તે ઇગ્નોર કરતી નજરે પડે છે. તે પછી કહે છે કે સંભળાતું નથી ફરી પૂછો!
"વંદે માતરમ ,ભારત માતાકી જય"



