રાજદ્રોહ કેસ : અંતે અલ્પેશ કથિરીયાને હાઈકોર્ટે જામીન આપ્યા,જેલમુક્તિ નહિ થા

0
9

ન્યુ દિલ્હી,તા.૨૦
પાટીદાર આંદલન વખતે રાહદ્રોહના કેસમાં જેલમાં બંધ અલ્પેશ કથીરિયાને જામીન મળ્યા છે. અમદાવાદમાં જીએમડીસીમાં રાજદ્રોહના કેસ મામલે અલ્પેશના જામીન માટે હાઇકોર્ટમાં સુનાવણી હાથ ધરાઇ હતી જેમાં કોર્ટે રાહત આપતાં જામીન માન્ય રાખ્યા હતા.
ઉલ્લેખનીય છે કે પાટીદાર અનામત આંદલન વખતે હાર્દિક પટેલ સહિત અનેક પાસના કન્વીનરો પર રાહદ્રોહનો કેસ દાખલ થયો હતો, ત્યારબાદ હાર્દિક સહિતના કન્વીનરો જામીન મુક્ત કરાયા હતા, જ્યારે અલ્પેશને જામીન મળ્યા ન હતા. જેથી અલ્પેશને સુરતની લાજપોર જેલમાં મોકલવામાં આવ્યો હતો.
પાસ કÂન્વનર ચીરાગ પટેલે જણઆવ્યું કે “અમે ચાર લોકો રાજદ્રોહના કેસમાં સાત મહિના જેલમાં રહ્યા હતા. જે-તે સમયે આ કેસમાં અલ્પેશની ધરપકડ થઈ ન હતી. આ કેસમાં તેમની ધરપકડ કરીને અલ્પેશને જેલમાં ધકેલી દીધો હતો. આ કેસમાં અલ્પેશને હાઇકોર્ટમાંથી જામીન મળ્યાં છે. અલ્પેશના વકીલ તરફથી દલીલ થઈ હતી કે તેને પણ જામીન મળવા જાઈએ. અમે દેશ વિરોધ કોઈ કૃત્ય નથી કર્યું. જામીન માટે કોર્ટનો ખૂબ ખૂબ આભાર. ભવિષ્યમાં અમે પાટીદાર સમાજના હિતમાં સમાજને કંઈ મળે તે માટે પ્રયાસ કરીશું.”
તો કોંગ્રેસના ધારાસભ્ય લલિત વસોયા “અમે ચુકાદાની આતુરતાથી રાહ જાતા હતા. ન્યાયતંત્ર ઉપર અમને સંપૂર્ણ વિશ્વાસ હતો. સરકાર તરફથી ખોટા ગુનાઓ ઉભા કરીને ખોટા કેસમાં પાટીદાર યુવાઓને ફસાવી દેવામાં આવ્યા હતા. સરકારી વકીલના અનેક પ્રયાસો છતાં હાઈકોર્ટે જામીન આપ્યા છે તે ખરેખર આનંદની વાત છે.

(જી.એન.એસ)

જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
MO. 9978406923
PRESS CARD આપવામાં આવશે.

આવતી કાલના સમાચાર પત્રો ના સંભવિત સમાચાર આજેજ નિહાળો.(રોજ રાત સુધી માં 100 થી વધુ સમાચાર માટે જોતા રહો)
www.jungegujarat.in
*જાહેરાત માટે સંપર્ક કરો
7574888861

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY