અભિનેતા અમિતાભ બચ્ચનને સયાજી રત્ન એવોર્ડ એનાયત કરાયો

0
8

વડોદરા,તા.૨૦
બોલિવૂડના મહાનાયક અમિતાભ બચ્ચન આજે વડાદરા શહેરમા મહેમાન બન્યા છે. બચ્ચન આજે સવારે વડાદરા શહેરમાં આવી પહોંચ્યા હતા. જ્યાં રાજવી પરિવારે અમિતાભ બચ્ચનું ઉષ્માભર્યું સ્વાગત કર્યું હતું. રાજવી પરિવાર દ્વારા અમિતાભ બચ્ચનને સાયજીરાવ ગાયકવાડના નામે સયાજી રત્ન એવોર્ડ આપવામાં આવ્યો હતો. ઉલ્લેખનીય છે કે બે કલાકના વડોદરામાં રોકાણ કર્યાબાદ પરત મુંબઇ ફરશે.
નવલખી મેદાનમાં યોજાયેલા કાર્યક્રમમાં એવોર્ડને સ્વિકાર્ય બાદ અમિતાભ બચ્ચને વડોદરાના લોકોને સંબોધન કર્યું હતું. જેમાં તેમણે ‘વડોદરાના લોકોએ મને જે પ્રેમ આપ્યો છે એનો હું ખુબ ખુબ આભાર. તમે મને આવી રીતે આમંત્રિત કરતા રહો અને હું આવી રીતે તમારી સમક્ષ આવતો રહીશ. મને સન્માનિત કરવા માટે ખુબ ખુબ જ આભાર. આ એવોર્ડને રતન તાતા જેવા મહાન લોકોના નામે’.
તેમણે વધુમાં જણાવ્યું હતું કે, હું આ લાયક નહીં પરંતુ જીવનમાં એવા લોકો આવ્યા જેનાથી હું પ્રેરિત થયો રહ્યો ખાસ કરીને મારા માતા પિતા. એવા લોકોથી હું પ્રભાવિત થઇને મેં મારું જીવન આગળ વધાર્યું હતું. ભારત છોડો આંદોલન સમયની વાતને પણ અમિતાભ બચ્ચને વર્ણન કર્યું હતું. પિતાજી સાથે સમય વિતાવવો એ જ એક રીતે શિક્ષણ હતું. પિતાજીનું લેખન વાંચીને મને ગણું શિખવા મળ્યું હતું.
અભ્યાસ પૂર્ણ થયા બાદ નોકરી ન મળતા પરેશાન બચ્ચેન પોતાના પિતાજી ઉપર ગુસ્સો આવ્યો હતો. બચ્ચને પોતાના પિતાજીને પૂછ્યું હતું કે, મને પેદા કેમ કર્યો. ત્યારે બીજા દિવસે બચ્ચનના પિતાએ એક કવિતા લખી હતી. જેણે બચ્ચને વડોદરાના લોકો સમક્ષ વર્ણવી હતી. આ ઉપરાંત બચ્ચને પોતાના જીવનના નાના મોટા કેટલાક પ્રસંગો વર્ણવ્યા હતા. અમિતાભ બચ્ચને અગ્નિપથ કવિતા કહીને પોતાના શબ્દોને વિરામ આપ્યો હતો.

(જી.એન.એસ)

જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
MO. 9978406923
PRESS CARD આપવામાં આવશે.

આવતી કાલના સમાચાર પત્રો ના સંભવિત સમાચાર આજેજ નિહાળો.(રોજ રાત સુધી માં 100 થી વધુ સમાચાર માટે જોતા રહો)
www.jungegujarat.in
*જાહેરાત માટે સંપર્ક કરો
7574888861

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY