પૂર્વ વડાપ્રધાન અને કોંગ્રેસ પાર્ટીના વરિષ્ઠ નેતા મનમોહનસિંહે વડાપ્રધાન નરેન્દ્ર મોદીને પત્ર લખીને નહેરુ મેમોરિયલના સ્વરૂપમાં ફેરફાર ન કરવા માટેની અપીલ કરી છે. પત્રમાં સિંહે લખ્યુ છે કે નહેરુ માત્ર કોંગ્રેસના જ નહીં બલ્કે ભારતના નેતા હતા. જેથી તેમના મ્યુઝિયમની પ્રકૃતિ અને ચરિત્રને બદલવાના પ્રયાસો કરવા જાઇએ નહીં. હકીકતમાં સરકાર તીન મુર્તિ કોમ્પ્લેક્સમાં નહેરુ મેમોરિયલ મ્યુઝિયમ અને લાઇબ્રેરીની જગ્યાએને મિક્સ કરીને તમામ વડાપ્રધાનના મ્યુઝિયમ સ્થાપિત કરવાની યોજના ધરાવે છે. આની તૈયારી પણ હાથ ધરવામાં આવી છે. તેમાં કોઇ ખોટી બાબત નથી. પૂર્વ વડાપ્રધાનોની સ્મૃતિને સાચવવાની કોઇ પણ સરકારની ફરજ છે. તેમના કાર્યો અને યોગદાનને નવી પેઢી સારી રીતે સમજી શકે તે માટે આની વ્યવસ્થા કરવામાં આવે તે ખોટુ નથી.
પરંતુ જવાહર લાલ નહેરુને માત્ર પ્રથમ વડાપ્રધાન તરીકે નિહાળવાની બાબત પુરતી રહેશે. સમગ્ર દુનિયા નહેરુના કદને આનાથી ખુબ વધારે મોટુ ગણે છે. ભારતીય સ્વાધીનતા આંદોલનના એક પ્રમુખ નેતા તરીકે તો જવાહર લાલ નહેરુ હતા જ સાથે સાથે તેઓ ભારતીય રાષ્ટ્ર -રાજ્યના દુરદર્શી નેતા તરીકે પણ હતા. રાષ્ટ્ર નિર્માતા તરીકે પણ હતા. સ્વતંત્રતા બાદ ભારત કેવા પ્રકારનુ રહેશે કઇ કઇ વ્યવસ્થા અપનાવવામાં આવશે. રાજકાજનુ ચારિત્ર્ય કેવુ રહેશે. આ તમામ પાસા પર નહેરુના અલગ અને દેશ હિત વિચાર હતા. આ તમામ પાસાઓને નહેરુએ એક વ્યવÂસ્થત સ્વરૂપ આપ્યુ હતુ. ત્યારબાદ દેશના પ્રથમ વડાપ્રધાન તરીકે રહીને વ્યવહારમાં ઉતારી દેવામાં સફળ પણ રહ્યા હતા. નહેરુએ પોતાના આચરણથી દર્શાવ્યુ હતુ કે યોગ્ય લોકશાહી વ્યવસ્થા કઇ રીતે કામ કરે છે. લોકશાહીમાં વિપક્ષની ભૂમિકાને સ્વીકાર કરીને નહેરુએ હમેંશા વિપ૭ી નેતાઓને પુરતુ સન્માન આપ્યુ હતુ. સંઘવાદની ગરિમાને જાળવી રાખીને તેઓએ રાજ્યોના મુખ્યપ્રધાનો સાથે સતત બરોબરીના સંબંધ રાખ્યા હતા.
સાથે સાથે મોટા નિર્ણય કરતી વેળા તેમના અભિપ્રાય પણ લીધા હતા. તેમની લાંબી હાજરીના કારણે જ ભારતમાં જનતંત્રની જડ ખુ મજબુત થઇ છે.જ્યારે બીજી બાજુ ભારતની સાથે સ્વતંત્ર થયેલા એશિયા અને આફ્રિકા ખંડના તમામ દે તાનાશાહી અને સૈનિક શાસનમાં ફસાયેલા રહ્યા છે. ભારત દુનિયાના તમામ વિકાસશીલ દેશો માટે આશાના કેન્દ્ર તરીકે છે. એક જનતાંત્રિત બુદ્ધીજીવીની જેમ જ જવાહર લાલ નહેરુ તમામ શૈક્ષણિક અને સાંસ્કૃતિક સંસ્થાઓની સ્વાયતતાની તરફેણ કરતા હતા. નહેરુ મેમોરિયલનુ નિર્માણ તેમની અવધારણાના આધાર પર તૈયાર કરવામાં આવ્યુ હતુ. તેમની લોકપ્રિયતા એક સંગ્રાલય કરતા અધ્યન કેન્દ્ર તરીકે વધારે છે. દક્ષિણ એશિયાના તમામ ગંભીર બુદ્ધીજીવી અને શોધ કરનાર લોકો સન્માનની બાબત તો તમામ માટે એક સમાન છે. પંડિત જવાહર લાલ નહેરુની પ્રતિષ્ઠાથી તમામ લોકો વાકેફ છે. દેશ પ્રત્યે તેમની ભાવના પણ દરેક લોકો જાણે છે.
સ્વતંત્રતા સંગ્રામમાં તેમની ભૂમિકા ઉલ્લેખનીય રહી હતી. દેશના સૌથી લોકપ્રિય વડાપ્રધાનની યાદી તૈયાર કરવામાં આવે તો તેમમાં નહેરુને સ્થાન આપ્યા વગર યાદી બની શકે તેમ નથી. નહેરુને દેશના બાળકો આજે પણ ચાચા નહેરુ તરીકે યાદ કરે છે. નહેરુ બાળકોને ખુબ પસંદ કરતા હતા. દેશને વિકાસની નવી ઉંચાઇ પર લઇ જવા માટે નહેરુ સતત પ્રયાસ કરતા હતા. તેમની સિદ્ધી અને દુરદર્શી નીતિના કારણે ભારતમાં લોકશાહી તમામ સંસ્થાઓ ખુબ મજબુત થઇ છે.પંડિત નહેરુના મેમોરિયલના સ્વરૂપને બદલી નાંખવાની બાબત બિલકુલ યોગ્ય નથી. કારણ કે તે એક જામેલી સંસ્થા છે. તેનુ ખાસ મહત્વ રહેલુ છે. અન્ય કેટલીક સંસ્થાઓ આ દિશામાં વિકસિત કરવામાં આવી શકે છે. મોદી સરકાર વધુને વધુ વિવાદોમાં પડવાના બદલે આ તમામ બાબતો તરફ ધ્યાન રાખે તે જરૂરી છે.
જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
Mo. 9978406923
PRESS card આપવામાં આવશે.
આવતી કાલના સમાચાર પત્રો ના સંભવિત સમાચાર આજેજ નિહાળો.(રોજ રાત સુધી માં 100 થી વધુ સમાચાર માટે જોતા રહો)
www.jungegujarat.in
*જાહેરાત માટે સંપર્ક કરો
7574888861



"વંદે માતરમ ,ભારત માતાકી જય"





