વિદેશી સહાયતા મુદ્દે અયોગ્ય વલણ.

0
13

કેરળમાં હાલમાં પુરની સ્થિતિ પ્રવર્તી રહી છે. કેટલાક લોકો તો તેને સદીના સૌથી વિનાશકારી પુર તરીકે ગણે છે. જાણકાર લોકો કહે છે કે વર્ષ ૧૯૨૪માં ઐતિહાસિક પુરના કારણે જે સ્થિતિ સર્જાઇ હતી તેના કરતા વધારે ભીષણ સ્થિતિ આ વખતે સર્જાઇ છે. હજારો લોકો બેઘર થઇ ગયા છે. ૪૦૦થી વધારે લોકોના મોત થઇ ગયા છે. રાજ્યમાં માર્ગો તમામ ખરાબ થઇ ગયા છે. ખેતી બરબાદ થઇ ગઇ છે. મોટા પ્રમાણમાં કહેવામાં આવે તો ભેખડો ધસી પડવાના કારણે જ્યાં સૌથી વધારે નુકસાન થયુ છે તે ઇડુક્કી તો ૪૦ વર્ષ પાછળ પહોચી જશે તેમ લોકો કહી રહ્યા છે. રાજ્યભરમાં આશરે બે લાખ જેટલા લોકોને રાહત કેમ્પમાં ખસેડવાની ફરજ પડી છે.

પુરના પાણી ઉતરતાની સાથેજ હવે રોગચાળાનો ખતરો તોળાઇ રહ્યો છે. આવી સ્થિતિમાં આગામી દિવસોમાં રાહત છાવણીમાં લોકોની સંખ્યા વધી શકે છે. વાસ્તવિક રીતે વાત કરવામાં આવે તો કેરળ જ નહી બલ્કે સમગ્ર દેશની હાલના સમયમાં કસોટી છે. પરંતુ કમર કસીને રણમાં ઉતરવાના બદલે કમનસીબ રીતે અમે બિનજરૂરી ચર્ચીમાં પડીને અમે સમય ખરાબ કરી રહ્યા છીએ. સૌથી તકલીફવાળી બાબત એ છે કે સત્તારૂઋ હિન્દુત્વ વિચારધારા સાથે જાડાયેલા કેટલાક લોકો જેમાં ચૂંટાયેલા પ્રતિનિધી પણ સામેલ છે તે કેરળની આ કુદરતી હોનારતને ગૌમાંસ ભક્ષણના પરિણામ તરીકે ગણાવે છે. આવા પથ્થરદિલ નિવેદનબાજી દર્શાવે છે કે અમે માત્ર હજુ સુધી યોગ્ય અર્થમાં એક રાષ્ટ્ર બનાવી શક્યા નથી. બલ્કે રાષ્ટ્રવાદના નામ પર હોબાળો કરનાર રાજકીય વિચારધારાના લોકો ખરેખર તો રાષ્ટ્રભાવનાને કમજાર કરવા માટે કામ કરી રહ્યા છે. આ સ્થિતિને ધ્યાનમાં જ હાલમાં કેટલીક નવી ચર્ચા પણ છેડાઇ ગઇ છે. કેન્દ્ર સરકારે હાલમાં સંયુક્ત અરબ અમિરાત સહિત અન્ય કોઇ પણ દેશ પાસેથી સરકારી સહાય લેવાનો ઇન્કાર કરી દીધો છે. ૨૩મી ઓગષ્ટના દિવસે કેટલીક બાબત સ્પષ્ટ પણે સપાટી પર આવી હતી.

ભારતે વિતેલા વર્ષોમાં સહાય લીધી છે. પરંતુ હવે આને લઇને અલગ વલણ દેખાય છે. હોનારતના સમય પર બિનજરૂરી ગર્વ બોધને લઇને બચવાની જરૂર હોય છે. કુદરતી હોનારત સમય કોઇ પણ પ્રકારની સહાય લેવાથી પ્રતિષ્ઠા ઘટી જતી નથી. અમેરિકા જેવા દેશે પણ વર્ષ ૨૦૦૫માં કેટરીના ચક્રવાત વાવાઝોડા વખતે ૩૬ દેશો અને આંતરરાષ્ટ્રીય સંગઠનોની મદદ લીધી હતી. કેરળ સરકારનુ વલણ પણ આ વખતે ટીઓાઇ જેવુ રહ્યુ છે. પરંતુ આ વલણ યોગ્ય નથી. દુનિયાની છઠ્ઠી સૌથી મોટી અર્થવ્યવસ્થા તરીકે હવે ભારત તેની પ્રતિષ્ઠા ધરાવે છે. ભારત અને દુનિયાના સૌથી અમીર લોકોમાં પોતાનુ નામ ધરાવનાર ભારતીય જા એટલ મોટી હોનારતના સમય કેરળમાં પુરી સહાયતાની સાથે જા ઉભા તઇ શકતા નથી તો વિદેશી સહાયના તાકાત પર કેરળને બચાવી શકીએ છીએ પરંતુ આ રાષ્ટ્રને ડુબવાથી કોઇ બચાવી શકે તેમ નથી. દેશમાં હાલમાં સહાયનો જે પ્રવાહ દેખાઇ રહ્યો છે તે ખુબ ઝડપી બને તે જરૂરી છે. કેરળમાં અભૂતપૂર્વ નુકસાન થયુ છે. વિદેશી સહાયતા લેવાથી ઇન્કાર કરવાની બાબત પણ કેટલાક અંશે લોકોને ગળે ઉતરી રહી નથી.

કેરળમાં વિનાશકારી પુર બાદ એકબાજુ સ્થિતિને સામાન્ય બનાવવાના પ્રયાસ યુદ્ધસ્તર પર કરવામાં આવી રહ્યા છે. દેશભરના લોકો સહાય માટે આગળ આવી રહ્યા છે. માત્ર ૧૪ દિવસના ગાળામાં જ મુખ્યપ્રધાન રાહત ફંડમાં પÂબ્લક યોગદાનનો આંકડો ૭૧૩.૯૨ કરોડ સુધી પહોંચી ગયો છે. આ રકમ પુરગ્રસ્ત કેરળ માટે કેન્દ્ર સરકાર દ્વારા જાહેર કરવામાં આવેલી ૬૦૦ કરોડની સહાય કરતા વધારે છે. કેન્દ્ર સરકારે જે રકમ આપી છે તે રકમ કરતા ૨૦ ટકા વધારે રકમ લોકો તરફથી આપવામાં આવી છે. કેરળના પુરગ્રસ્ત ગામડાના ફેરનિર્માણના પ્રયાસો શરૂ થઇ ચુક્યા છે. પુરગ્રસ્ત કેરળમાં ૮.૬૯ લાખથી વધારે લોકો હજુ રાહત કેમ્પમાં છે.

એરફોર્સના ૨૨ હેલિકોપ્ટર, નેવીની ૪૦ નૌકાઓ, કોસ્ટગાર્ડની ૩૫ હોડીઓ, બીએસએફની ચાર કંપનીઓ બચાવ અને રાહત કામગીરીમાં હજુ પણ લાગેલી છે. એનડીઆરએફની ૫૮ ટીમો લાગેલી છે. સેંકડો લોકો રાહત કેમ્પમાંથી પોતાના આવાસ ઉપર પરત ફરી રહ્યા છે છતાં હજુ ૨૭૮૭ રાહત છાવણીમાં ૮.૬૯ લાખ લોકો રહેલા છે. આઠમી ઓગસ્ટથી ૨૯૩ના મોત થઈ ચુક્યા છે. જ્યારે ૨૯મી મે બાદથી મોતનો આંકડો ૪૧૭ સુધી પહોંચ્યો છે. માર્ગ નેટવર્કને થયેલા નુકસાનનો આંકડો શરૂઆતી રીતે ૪૫૦૦ કરોડનો છે.જ્યારે પાવર સેકટરમાં થયેલા નુકસાનનો આંકડો ૭૫૦ કરોડ અને જળ વિભાગને થયેલા નુકસાનનો આંકડો ૯૦૦ કરોડનો છે.૮મી ઓગસ્ટ બાદથી કેરળમાં અભૂતપૂર્વ નુકસાન થઇ ચુક્યું છે. બચાવ અને રાહત કામગીરી કેરળના પુરગ્રસ્ત વિસ્તારોમાં હજુ પણ ચાલી રહી છે. રાહત કેમ્પોમાં રહેતા લોકોની સંખ્યા ૧૦ લાખથી ઉપર નોંધાયેલી છે. રોગચાળાનો ખતરો હજુ તોળાઈ રહ્યો છે. સાફ સફાઈને સર્વોચ્ચ પ્રાથમિકતા આપવામાં આવી છે. ઓપરેશન સફાઈ હેઠળ લાખો ઘરો અને આવાસોમાં સફાઈની કામગીરી હાથ ધરાઈ છે. ૬૦૦૦૦થી વધારે આવાસને નુકસાન થયું છે.

જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
Mo. 9978406923
PRESS card આપવામાં આવશે.

આવતી કાલના સમાચાર પત્રો ના સંભવિત સમાચાર આજેજ નિહાળો.(રોજ રાત સુધી માં 100 થી વધુ સમાચાર માટે જોતા રહો)
www.jungegujarat.in
*જાહેરાત માટે સંપર્ક કરો
7574888861

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY