ભાવનગરના યશવંતરાય નાટ્યગ્રુહ ખાતે સૌરાષ્ટ્ર પ્રદેશ કલામહાકુંભ સ્પર્ધા-૨૦૧૮ નો મેયરશ્રી મનહરભાઈ મોરીના હસ્તે પ્રારંભ કરાયો.

0
56

આજે તા. ૨૯/૦૮/૨૦૧૮ ના રોજ સવારે ૧૧/૦૦ કલાકે રમત ગમત યુવા અને સાંસ્ક્રુતિક પ્રવ્રુત્તિઓ વિભાગ અને યુવક સેવા અને સાંસ્ક્રુત્તિક પ્રવ્રુત્તિઓ ગાંધીનગરના ઉપક્રમે જિલ્લા અમલીકરણ સમિતિની રાહબરી હેઠળ જિલ્લા રમત ગમત અધિકારીની કચેરી ભાવનગર શહેર સંચાલિત તથા નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ ભાવનગરના સહયોગથી શહેરના યશવંતરાય નાટ્યગ્રુહ ખાતે સૌરાષ્ટ્ર પ્રદેશ કલામહાકુંભ સ્પર્ધા-૨૦૧૮ નો મેયરશ્રી મનહરભાઈ મોરીના હસ્તે દીપ પ્રાગટ્ય કરી અને પ્રારંભ કરાયો હતો.

આ પ્રસંગે મેયરશ્રી મનહરભાઈ મોરીએ જણાવ્યુ હતું કે આઠ જિલ્લા અને ચાર મહાનગરપાલિકા કક્ષાએ પ્રથમ ક્રમે આવેલા વિજેતા કલાકારો અહીં ભાગ લઈ રહ્યા છે તા. ૨૯ અને ૩૦ એમ  બે દિવસ ચાલનારી આ સ્પર્ધા થકી કલાકારોમાં રહેલ સુષુપ્ત શક્તિ બહાર આવશે. તેમણે આ પ્રકારના કાર્યક્રમનું ભાવનગરના આંગણે આયોજન કરવા બદલ રાજ્યની વિજયભાઈ રૂપાણીની રાહબરી હેઠળ કામ કરતી સરકારની મુક્તકંઠે પ્રશંસા કરી હતી.

           આ સ્પર્ધા માં એક પાત્રીય અભિનય,નાટક, સમુહ ગીત લગ્ન ગીત નો સમાવેશ કરાયો છે.

આ કાર્યક્રમ માં નાયબ મેયરશ્રી અશોકભાઈ બારૈયા, સ્થાયી સમિતિના ચેરમેનશ્રી યુવરાજસિંહ, શિક્ષણ સમિતિના ચેરમેનશ્રી નિલેશ રાવલ, નાયબ કમિશ્નરશ્રી એન. ડી. ગોવાણી, જિલ્લા યુવા વિકાસ અધિકારીશ્રી ડો. અરૂણ ભલાણી, જિલ્લા રમત ગમત અધિકારી શ્રીમતી સીમાબેન ગાંધી, હીરાબેન વિંઝુડા, યોગીતાબેન, જાગ્રુતિબેન રાવળ, વિશાલ જોશી, નીતીનભાઈ દવે, મહંમદભાઈ દેખૈયા, આઠ જિલ્લા અને ચાર મહાનગરપાલિકા કક્ષાએ પ્રથમ ક્રમે આવેલા વિજેતા કલાકારો હાજર રહ્યા હતા.

આ સમગ્ર કાર્યક્રમનું સંચાલનશ્રી મિતુલભાઈ રાવલે કર્યુ હતુ.

જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
Mo. 9978406923
PRESS card આપવામાં આવશે.

આવતી કાલના સમાચાર પત્રો ના સંભવિત સમાચાર આજેજ નિહાળો.(રોજ રાત સુધી માં 100 થી વધુ સમાચાર માટે જોતા રહો)
www.jungegujarat.in
*જાહેરાત માટે સંપર્ક કરો
7574888861

 

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY