૧૩ લોકોના જીવ લેનાર વાઘણને બચાવવા રાષ્ટ્રપતિ સમક્ષ દયાની અરજી

0
29

મુંબઈ,તા.૧૬
માહારાષ્ટ્રના યવતમાલ જિલ્લામાં આદમખોર બનેલી વાઘણ અવની બે વર્ષમાં ૧૩ લોકોનો જીવ લઇ ચૂકી છે. પ્રશાસને તેને મારવાના આદેશ આપ્યા છે. સુપ્રીમ કોર્ટ પણ આ આદેશ પર મહોર લગાવી ચૂકી છે, પરંતુ વન્ય જીવો માટે કામ કરતા સમૂહે આ વાઘણને બચાવવા રાષ્ટ્રપતિ સમક્ષ દયાની અરજી કરી છે.
જૂન-ર૦૧૬થી ર૦,૦૦૦ વસ્તીવાળા ર૬ ગામમાં વાઘણ અવનીનો ખતરો છે. ૧૦૦થી વધુ લોકો તેની તલાશમાં છે. ૬ વર્ષની આ વાઘણને બે બચ્ચાં છે. વાઘણને બચાવવા માટે સુપ્રીમ કોર્ટમાં પણ અરજી કરાઇ હતી, પરંતુ સપ્ટેમ્બરમાં કોર્ટે આ અરજીને ફગાવતાં કહ્યું કે લોકોના હિતમાં તેને મારવી જરૂરી છે.
અવનીને આકર્ષવા માટે એક ખાસ કંપનીના મેઇલ પરફ્યૂમનો ઉપયોગ થઇ રહ્યો છે, જેથી વાઘણ તેની સુગંધથી સર્ચ ટીમની નજીક આવે. વાઘણને પકડવા માટે ૧૦૦ કેમેરા લગાવાયા છે.
ગોલ્ફર જ્યોતિ રંધાવાનાં શિકારી કૂતરાંઓ અને પેરાગ્લાઇડરને પણ અવનીને શોધવાના કામમાં લગાવાયાં છે. આટલી બધી મુશ્કેલીઓ બાદ પણ અવનીનો અતોપતો નથી. કાર્યકર્તાઓએ વાઘણને બચાવવા માટે રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદને અરજી મોકલી છે. તેમાં કહેવાયું છે કે તે વાઘણને મારવાનો આદેશ રદ કરી દે.

(જી.એન.એસ)

જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
MO. 9978406923
PRESS CARD આપવામાં આવશે.

આવતી કાલના સમાચાર પત્રો ના સંભવિત સમાચાર આજેજ નિહાળો.(રોજ રાત સુધી માં 100 થી વધુ સમાચાર માટે જોતા રહો)
www.jungegujarat.in
*જાહેરાત માટે સંપર્ક કરો
7574888861

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY