ભોપાલ,તા.૧૬
ક્યારેક કોંગ્રેસના ચાણક્ય ગણાતા દિગ્વિજયસિંહનું કહેવું છે કે હવે તેમના ભાષણ આપવાથી પાર્ટીને મત મળતા નથી. ખરેખર આ દિવસોમાં એક વીડિયો વાયરલ થઇ રહ્યો છે, જેમાં દિગ્વિજયસિંહ પોતે કહેતા દેખાય છે કે તેમના ભાષણથી કોંગ્રેસને નુકસાન થાય છે અને આ જ કારણોસર હવે તેઓ કોઇ રેલી કે જનસભાને સંબોધન કરશે નહીં.
એક મળતી જાણકારી મુજબ દિગ્વિજયસિંહ બે દિવસ પહેલા કોંગ્રેસના કાર્યકારી અધ્યક્ષ જીતુ પટવારીના ઘરે પહોંચ્યાં હતા અને જ્યારે તેઓ બહાર આવ્યા ત્યારે કોંગ્રેસ કાર્યકરો તેમની પાસે આવ્યા હતા. ત્યારે દિગ્વિજયસિંહે કહ્યું કે કામ નહી કરીએ તો સપના જાતા રહી જઇશું. જા આ રીતે કામ કરશો તો સરકાર નહીં બને. તમને ન ગમતા પોતાના પક્ષના ઉમેદવારને પણ જીતાડો.
ત્યારબાદ કોંગ્રેસના નેતા દિગ્વિજયસિંહે જે નિવેદન આપ્યું તે સતત તેમની ઉપેક્ષા જાવા મળી હતી. દિગ્વિજયસિંહે કહ્યું કે મારું માત્રને માત્ર એક કામ છે, કોઇ પ્રચાર નહીં, કોઇ ભાષણ નહીં. મારા ભાષણ દેવાથી કોંગ્રેસના મત તુટી જાય છે એટલા માટે હું કોઇ જગ્યાએ રેલીને સંબોધન કરતો નથી.
જા કે ખરેખર દિગ્વિજયસિંહના દર્દ પાછળ અનેક કારણો જવાબદાર છે. કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધીના ભોપાલના રોડ શોમાં તેમજ ભેલ દશેરા મેદાનમાં રેલી સ્થળે લગાવામાં આવેલા બેનરમાં દિગ્વિજયસિંહનો ફોટો ગાયબ થઇ ગયો હતો.
(જી.એન.એસ)
જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
MO. 9978406923
PRESS CARD આપવામાં આવશે.
આવતી કાલના સમાચાર પત્રો ના સંભવિત સમાચાર આજેજ નિહાળો.(રોજ રાત સુધી માં 100 થી વધુ સમાચાર માટે જોતા રહો)
www.jungegujarat.in
*જાહેરાત માટે સંપર્ક કરો
7574888861



"વંદે માતરમ ,ભારત માતાકી જય"







