ન્યુ દિલ્હી,તા.૧૬
રાજધાની દિલ્હીમાં બહુજન સમાજ પાર્ટીના નેતાની ૫ સ્ટાર હોટલમાં ખુલમખુલ્લી દબંગાઈ સામે આવી છે. દિલ્હીની ૫ સ્ટાર હોટલ હયાતના પ્રાંગણમાં બીએસપીના પૂર્વ સાંસદનો દિકરો ખુલ્લેઆમ હાથમાં પિસ્તોલ લઈને નિકળે છે અને ત્યાં રહેલા એક યુવક યુવતીને ધમકાવે છે.
બંદૂક લઈને ફરી રહેલો આ દબંગનું નામ આશીષ પાંડે છે, જે બીએસપીના પૂર્વ સાંસદ રાકેશ પાંડેનો પુત્ર છે. આશીષ પોતે પણ અકબરપુરથી વિધાનસભાની ચૂંટણી લડી ચુક્યો છે. આશીષ લખનૌનો રહેવાસી છે, ગોમતીનગર અને હજરતગંજમાં તેના અને તેના પરિવારનું મકાન છે. આશીષ લખનૌમાં દારૂ અને રિયલ એસ્ટેટનો ધંધો કરે છે.
આ ઘટનાનો વીડિયો સોશિયલ મીડિયામાં પણ વાયરલ થયો છે જ એમાં આશીષ પાંડે હોટલના ગેટની બહાર જ એક કપલને ધમકાવી રહ્યો છે. વીડિયોમાં બંદૂકધારી આશીષ સાથે એક યુવતી પણ છે, જે ઉભેલા કપલને સતત ગાળો બોલી રહી છે.
હોટલ મેજેનર તરફથી નોંધાવવામાં આવેલી ફરિયાદ અનુંસાર આ વીડિયો ૧૩ ઓક્ટોબરની રાતનો છે. આશીષ પર આર્મ એક્ટ અંતર્ગત કેસ દાખલ કરવામાં આવ્યો છે.
આશીષ જે વ્યક્તિને બંદૂક લઈને ડરાવી રહ્યો છે તેની સાથે સાથે જે મહિલા છે તે વોશરૂમમાં ગઈ હતી. આશીષે નશાની હાલતમાં લેડીઝ વોશરૂમમાં ઘુસી ગયો હતો. જેનો લહિલાએ વિરોધ કર્યો હતો, અને આ વાત પર જ આશીષે મહિલા અને કપલ પર બંદૂક તાણી દીધી હતી. પોલીસના જણાવ્યા પ્રમાણે આશીષ ફરાર છે, તેને શોધી કાઢવાના પ્રયાસ યથાવત છે. આશીષને શોધી કાઢવા માટે પોલીસની એક ટીમ લખનૌ મોકલવામાં આવી છે.
(જી.એન.એસ)
જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
MO. 9978406923
PRESS CARD આપવામાં આવશે.
આવતી કાલના સમાચાર પત્રો ના સંભવિત સમાચાર આજેજ નિહાળો.(રોજ રાત સુધી માં 100 થી વધુ સમાચાર માટે જોતા રહો)
www.jungegujarat.in
*જાહેરાત માટે સંપર્ક કરો
7574888861



"વંદે માતરમ ,ભારત માતાકી જય"



