આરબીઆઈ આૅક્ટોબરમાં મુદ્રા બજારમાં ૩૬૦ બિલિયન ડાલરનો સંચાર કરશે

0
18

ન્યુ દિલ્હી,તા.૨
આરબીઆઈએ જણાવ્યું છે કે ઓક્ટોબર દરમિયાન તે મુદ્રા બજારમાં ૩૬૦ બિલિયન ડોલરનો સંચાર કરશે. આરબીઆઈનું આ પગલું મુદ્રા બજારમાં ક્રેડિટના ઘટાડાને લઈને ઉઠાવવામાં આવ્યું છે. રીઝર્વ બેંકને આશાઓ છે આ સંચારથી તેને આગામી તહેવારો દરમિયાન બજારમાં પર્યાપ્ત માત્રામાં કરન્સીની ઉપલબ્ધતા રાખવામાં મદદ મળશે.
આ પગલાંથી એ વાત પ્રતીત થાય છે કે કેન્દ્રીય બેંક સરકારી બોન્ડના બાયબેક માટે તૈયાર છે. આ પહેલાં ૨૭ સપ્ટેમ્બરના રોજ જાહેર કરવામાં આવેલી પ્રેસ રિલીઝ દ્વારા બેંકે દાવો કર્યો હતો કે તે મુદ્રા બજારમાં જરુરિયાત અનુસાર લિકિવડીટી રાખવા તૈયાર છે.
રિઝર્વ બેંક અનુસાર ઓક્ટોબરથી બીજા, ત્રીજા અને ચોથા સપ્તાહ દરમિયાન તે ઓપન માર્કેટ ઓપરેશન અંતર્ગત સરકારી બોન્ડની ખરીદી કરશે. જા કે રિઝર્વ બેંકે જણાવ્યું છે કે સરકારી બોન્ડ ખરીદવાની તેની નિર્ધારિત સીમાને તે મુદ્રા બજારમાં લીકિવડીટીને જાતા બદલી પણ શકે છે.
ઉલ્લેખનીય છે કે મુદ્રા બજારમાં ભારત સરકારના બોન્ડ ઈલ્ડ પોતાના એક મહિનાના નિચલા સ્તર પર પહોંચી ગયા છે. બજારના જાણકારોનું માનવું છે કે સરકારી બોન્ડના રોકાણકારોએ કેન્દ્ર સરકારના દેણામાં કપાતના નિર્ણયને લઈને બોન્ડમાં પોતાનો ડર જાહેર કર્યો છે. કેન્દ્ર સરકારનો બેંચમાર્ક ૧૦ વર્ષના બોન્ડ ઈલ્ડ ૧૨ બેસિસ પોઈન્ટના ઘટાડા સાથે ૭.૯૦ ટકા પર રહ્યા. બોન્ડનું આ સ્તર ૨૯ ઓગષ્ટ બાદનું ન્યૂનતમ સ્તર છે.
ઉલ્લેખનીય છે કે કેન્દ્ર સરકારે નવા દેણામાં ૭૦૦ મિલિયન રુપિયાનો કપાત કરવાનો નિર્ણય સ્મોલ સેવિંગ સ્કીમોમાં અપેક્ષાથી વધારે ૭૫૦ બિલિયન રુપિયાની કમાણીને લઈને લીધો છે.

(જી.એન.એસ)

જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
MO. 9978406923
PRESS CARD આપવામાં આવશે.

આવતી કાલના સમાચાર પત્રો ના સંભવિત સમાચાર આજેજ નિહાળો.(રોજ રાત સુધી માં 100 થી વધુ સમાચાર માટે જોતા રહો)
www.jungegujarat.in
*જાહેરાત માટે સંપર્ક કરો
7574888861

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY