ધાનાણીએ ખેડૂતોના પ્રશ્ને મૌન સેવ્યુ રાજકોટથી વિપક્ષી નેતા ધાનાણીએ શરુ કર્યુ જનસંપર્ક અભિયાન

0
8

રાજકોટ,તા.૨
હાલ વિપક્ષના નેતા પરેશ ધાનાણી રાજકોટની મુલાકાતે છે. અને તેમની આ મુલાકાત આગામી લોકસભાની ચૂંટણીને લઈ જાવામાં આવી રહી છે. હાલ તેમને રાજકોટથી લોકસંપર્ક અભિયાનની શરૂઆત કરી છે. આજે પરેશ ધાનાણીએ રાજકોટમાં યોજાયેલા એક કાર્યક્રમમાં ખાસ હાજરી આપી હતી.
રાજકોટના આમ્રપાલી ચોક નજીકથી જનસંપર્ક અભિયાનની શરૂઆત કરી હતી. આ અભિયાનમાં ધાનાણીની સાથે કોંગ્રેસના આગેવાનો અને કાર્યકરો પણ જાડાયા છે. ગાંધી જયંતિનાં આજનાં ખાસ દિવસે જનસંપર્ક અભિયાનનાં કોંગ્રેસ દ્વારા શ્રીગણેશ કરાયા હતા. આગામી સમયમાં પણ કોંગ્રેસ દ્વારા રાજકોટમાં વિવિધ કાર્યક્રમનું આયોજન હાથ ધરાયું છે.
રાજકોટમાં યોજાયેલા આ કાર્યક્રમમાં પરેશ ધાનાણીને મીડિયાએ અનેક સવાલો પૂછ્યા હતા, અને તેના જવાબ પણ ધાનાણીએ આપ્યા હતા. પરંતુ આજે પહેલી વખત જાવા મળ્યું હતું કે, ધાનાણીને ખેડૂતોના પ્રશ્નો મુદ્દે મૌન સેવ્યું હોય. ખેડૂતોના હિત માટે લડવાના દાવા સાથે જનસંપર્ક કરવા નિકળેલા નેતેના મૌનને લઇને અનેક સવાલો ઉઠી રહ્યા છે.
તમને જણાવી દઈએ કે, લોકસભાની ચૂંટણી જેમ જેમ નજીક આવતી જાય છે. તેમ તેમ ભાજપ અને કોંગ્રેસ લોકસંપર્કમાં લાગી ગયા છે. કોંગ્રેસ પણ આગામી ચૂંટણી પહેલાથી જ કેન્દ્ર અને રાજ્યની ભાજપ સરકારને અનેક બાબતો પર સરકારને ઘેરવાનો પ્રયાસ કરી રહી છે. આ સિવાય વિધાનસભામાં પગાર વધારો થયા બાદ કોંગ્રેસ અને ભાજપ એક થઈ ગયા હોવાની ચર્ચાએ જાર પકડ્યું છે.

(જી.એન.એસ)

જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
MO. 9978406923
PRESS CARD આપવામાં આવશે.

આવતી કાલના સમાચાર પત્રો ના સંભવિત સમાચાર આજેજ નિહાળો.(રોજ રાત સુધી માં 100 થી વધુ સમાચાર માટે જોતા રહો)
www.jungegujarat.in
*જાહેરાત માટે સંપર્ક કરો
7574888861

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY