સરકારના ગુજરાતમાં દારૂબંધી ના ધજ્જિયા ઉડયા જાણો ક્યાં પકડાયો ટ્રક ભરી દારૂ નો જથ્થો

0
566

લીંબડી વિસ્તાતાર માં આર આર સેલ એ 30 લાખ થી વધુનો વિદેશી દારૂનો જથ્થો ઝડપી લેતા દારૂબંધી ની વાતો પોકળ

ગુજરાત સરકાર દ્વારા દારૂબંધી ની વાતો જાણે એક તાયફા હોય એમ સ્પષ્ટ જોવા મળે છે કેમકે રાજ્ય ના અમુક જિલ્લાઓ માં વિદેશી દારૂ નો લખો રૂપિયા નો કારોબાર હજુ પણ યથાવત ચાલીજ રહ્યો હોય એનો તાજો દાખલો લીંબડી વિસ્તાર માં જોવા મળ્યો છે જેમાં રાજકોટ રેન્જ ડી આઈ જી સંદીપસિંહ એ હાલમાંજ ત્યાં ચાર્જ સાંભળ્યો છે ત્યારે તુરતજ દારૂ પર લાલ આંખ કરી હોય એમ વિદેશી દારૂનો મોટો જથ્થો ઝડપી પડાયો છે જેમાં આર આર સેલ ના પી એસ આઈ મનીષ વાળા ને મળેલી બાતમી ના આધારે ટિમ સાથે બાતમી મુજબ લીંબડી રાજકોટ હાઇવે પર થી દારૂનો મોટો જથ્થો લઈ પસાર થનારી ટ્રક નં.એમ પી 07 એચ બી 1313 ને રસ્તામાં અટકાવી એની જડતી લેતા ટ્રકમાં મુકેલી ગુણો ની આડ માં સંતાડેલો અલગ અલગ કંપનીનો વિદેશી દારૂ મળી આવ્યો જેમાં દારૂની કુલ 7679 બોટલ બિયર ના ટીન નંગ 2472 જેની કિંમત રૂપિયા 30,18,900/- નો વિદેશી દારૂ બિયર નો મુદ્દામાલ તથા ટ્રક સહીત અન્ય મુદ્દામાલ મળી કુલ રૂપિયા 45,25,400/- નો મુદ્દામાલ ઝડપી લઈ ટ્રક ના ચાલાક હરજીતસિંગ બલ,રહે,અમૃતસર,પંજાબ તેમજ કંડક્ટર જીતેન્દ્ર ડાબર ( જોગી ) રહે,હરિયાણા અને રાજસ્થાન ના દેવેન્દ્રસિંઘ ધામી ની ધરપકડ કરી હતી અને દારૂ સપ્લાય કરનાર પ્રદીપ કાળુ જાટ (હરિયાણા ) અને દારૂ મંગાવનાર કોણ છે એ તમામ બાબતે પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.

રિપોર્ટર દિપકસિંહ વાઘેલા
લીંબડી
+917016170844

*જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
Mo. 9978406923
PRESS card આપવામાં આવશે
*આવતી કાલના સમાચાર પત્રો ના સંભવિત સમાચાર આજેજ નિહાળો.(રોજ રાત સુધી માં 100 થી વધુ સમાચાર માટે જોતા રહો)
www.jungegujarat.in
*જાહેરાત માટે સંપર્ક કરો
7574888861

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY