HIV ફપોઝિટીવ મહિલાને કંપનીએ કાઢી મૂકતા કોર્ટે ત્રણ વર્ષે ન્યાય અપનાવ્યો

0
34

પૂણે,તા.૪
શહેરમાં એક ખાનગી કંપનીમાં નોકરી કરતી એઇડ્‌સગ્રસ્ત મહિલાને લેબર કોર્ટે ત્રણ વર્ષે ન્યાય અપાવ્યો છે. મહિલાને એઇડ્‌સ હોવાને કારણે કંપનીએ તેને નોકરીમાંથી કાઢી મૂકી હતી. સોમવારે કોર્ટે આ અંગે કંપનીને આદેશ કર્યો હતો કે મહિલા જે પોસ્ટ પર કામ કરતી હતી તે પોસ્ટ પર તેને ફરીથી નોકરી આપવામાં આવે તેમજ તેના બાકી રહેલા પગારની તમામ રકમ પણ ચૂકવવામાં આવે.
કંપનીએ ૨૦૧૫ના વર્ષમાં મહિલાને પોતાની નોકરી પરથી ફરજિયાત રાજીનામું લખી આપવાનું કહ્યું હતું. મહિલાએ મેડિકલના લાભો માટે જે ડોકિયુમેન્ટડ્‌સ સબમિટ કર્યા હતા તેમાં મહિલાને એઇડ્‌સ હોવાનું માલુમ પડ્યા બાદ કંપનીએ મહિલાને આવો આદેશ કર્યો હતો.
મહિલાએ જણાવ્યું હતું કે,કંપનીએ મેડિકલના દાવા માટે મને જરૂરી પુરાવા રજૂ કરવાનું કહ્યું હતું. દસ્તાવેજ જમા કર્યા બાદ કંપનીએ મને એચઆઈવી અંગે પૂછ્યું હતું. મેં જ્યારે તેમને કહ્યું હતું કે મારા પતિથી મને આ ચેપ લાગ્યો છે, તેની ત્રીસ મિનિટમાં તેમણે મને રાજીનામું આપવાની ફરજ પાડી હતી. હું તે કંપનીમાં ટ્રેઇની ઓપરેટર તરીકે પાંચ વર્ષથી કામ કરતી હતી.
મહિલાએ જણાવ્યું હતું કે,કંપનીએ મને લેખિતમાં રાજીનામું આપવાનું સૂચના આપી ન હતી. તેમણે મને મૌખિક જ સૂચના આપી હતી. મને લેખિતમાં જે કારણ આપવામાં આવ્યું હતું તેમાં લખવામાં આવ્યું હતું કે ફરજ પર વારંવાર ગેરહાજર રહેવાને કારણે રાજીનામું આપવાનું કહેવામાં આવ્યું છે.

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY