બારામૂલામાં સેનાએ અથડામણમાં બે આતંકી ઠાર કર્યા

0
7

શ્રીનગર,તા.૮
જમ્મુ-કાશ્મીરમાં ફરી એકવાર સેનાના જવાનો અને આતંકીઓ વચ્ચે અથડામણ થઈ હતી. જેમાં સેના દ્વારા બે આતંકીઓને ઠાર મારવામાં આવ્યા હતા. આ અથડામણમાં સેનાના એક જવાન ઈજાગ્રસ્ત થતા તેઓને સારવાર માટે ખસેડવામાં આવ્યા હતા.
બારામૂલામાં આ અથડામણ ચાલી રહી હતી. હકીકતમાં સુરક્ષાદળોને જાણકારી મળી હતી કે રફિયાબાદમાં આતંકી છુપાયા છે, તેના પર સુરક્ષાદળોએ તે વિસ્તારને ઘેરી લીધો હતો. બંન્ને તરફથી ફાયરીંગ થઈ હતી. અત્યાર સુધી બે આતંકીઓને ઠાર મારવામાં આવ્યા છે.
હજુ પણ વધુ આતંકીઓ છૂપાયા હોવાની આશંકા સેવાઈ રહી છે. ઉપરાંત સેના દ્વારા સમગ્ર વિસ્તારમાં સર્ચ ઓપરેશન પણ હાથ ધરાયુ છે અને આતંકીઓને ઠાર મારવા સેના દ્વારા હાલ કવાયત હાથ ધરાઈ છે.
(જી.એન.એસ)

જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
Mo. 9978406923
PRESS card આપવામાં આવશે

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY