કોલકાત્તા,તા.૨૪
પશ્ચિમ બંગાળના નાદિયામાં એક હ્રદય દ્રાવક ઘટના સામે આવી છે. એક ૨૦ વર્ષીય યુવકે ૧૦૦ વર્ષની વૃદ્ધ મહિલા પર બળાત્કાર ગુજાર્યો છે. ઘટનાની જાણ થતા જ પોલીસે આરોપી યુવકની ધરપકડ કરી છે.
ચકદાહ પોલીસ સ્ટેશનના અધિકારીએ જણાવ્યું હતું કે, આ ઘટના સોમવારે રાત્રે બની હતી. અભિજીત નામક યુવકને પીડિતાના પરિવારે ઝડપી લીધો હતો અને આ મામલે મંગળવારે ફરિયાદ નોંધાઇ હતી.
આરોપી ગંગાપ્રસાદ વિસ્તારનો રહેવાસી છે. પોલીસે આરોપીની ધરપકડ કરીને કોર્ટ સમક્ષ હાજર કર્યો છે. ઘટના બાદ વૃદ્ધ મહિલાને હોસ્પિટલમાં દાખલ કરાઇ હતી જાકે હવે તેને હોસ્પિટલમાંથી રજા આપવામાં આવી છે. બે દિવસ અગાઉ અન્ય એક બળાત્કારની ઘટના સામે આવી હતી જેમાં એક મહિલા પર બળાત્કાર ગુજાર્યા બાદ લોખંડના સળિયા દ્વારા હૈવાનિયત હદ વટાવી હતી.
(જી.એન.એસ)
જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
MO. 9978406923
PRESS CARD આપવામાં આવશે.
આવતી કાલના સમાચાર પત્રો ના સંભવિત સમાચાર આજેજ નિહાળો.(રોજ રાત સુધી માં 100 થી વધુ સમાચાર માટે જોતા રહો)
www.jungegujarat.in
*જાહેરાત માટે સંપર્ક કરો
7574888861



"વંદે માતરમ ,ભારત માતાકી જય"




