33 રાજ્યોના ભવનો માટે જમીન માપણી માટે સર્વે ટીમોને ચાર વખત હાંકી કાઢ્યા બાદ હવે ગ્રામજનોએ આંદોલનનું બીડું ઝડપ્યું
કેવડિયા ગામ નજીક જ્યાં હરિયાણા ભવન બનવાનું છે ત્યાં ગ્રામજનો બેસી ભજન કરી વિરોધ કર્યો :
સરકાર પાસે જમીન સંપાદનના કોઈ પુરાવા નથી જો હોય તો બતાવે : ગ્રામજનો એ મુખ્યમંત્રી પાસે વાતચીતનો સમય માંગ્યો
રાજપીપળા : કેવડિયા કોલોનીમાં દુનિયાની સૌથી ઊંચી પ્રતિમા સ્ટેચ્યુ ઓફ યુનિટી બની ગયું છે જેના કારણે સરકાર હવે કેવડિયામાં દેશના 33 રાજ્યોના ભવનો અહીંયા બનાવવાનું આયોજન કર્યું છે અને દરેક રાજ્યોના અધિકારીઓ પણ અહીંયા જમીનો જોવા આવી રહ્યા છે,જેના કારણે સરકારી વિભાગો દ્વારા જમીન માપણીઓનું કામ કરવાંમાં આવી રહ્યું છે. જેનો ગામ લોકો ઉગ્ર વિરોધ કરી અને સતત છેલ્લા અઠવાડિયાથી વિરોધ ચાલી રહ્યો છે ત્યારે અત્યાર સુધી ગ્રામજનોએ 4 વાર જમીન માપણી સર્વેાળા અધિારીઓને ધક્કે ચઢાવી ભગાડ્યા છે ત્યારે હાલ જે જગ્યાએ કેવડિયા ગામની જમીન પર હરિયાણા ભવન બનવાનું છે ત્યાં આદિવાસીઓ બેસી જઈ ભજન કીર્તન કરી સરકારને સદબુદ્ધિ આપો ભગવાન ના નારા લગાવી રહ્યા છે ત્યારે આ જમીન સંપાદન અંગેનો મામલો દિવસે દિવસે ગંભીર બનતો જાય છે. ગ્રામજનો હવે જે જમીન બચી છે તે કોઈને આપવા તૈયાર નથી માટે હવે સરકાર કોરડો વીંઝી લઇ લેવા માંગે છે જેથી અધિકારીઓ અને ગ્રામજનો વચ્ચે ઘર્ષણ ઉભું થાય છે.
કેવડિયા ગામના હજારો લોકોને બે ઘર કરી સરકાર વિવિધ રાજ્યોના ભવનો બનાવે છે. સરકારે તો માનવતા મૂકી દીધી છે ત્યારે નર્મદા ડેમ અને હવે સ્ટેચ્યુ ઓફ યુનિટી સરકાર સાથે ઘર્ષણમાં આજે છ ગામના લોકોની ત્રીજી પેઢી આવી ગઈ છે છતાં હજુ ઘર્ષણ જ કરે છે પણ સરકાર કોઈ વળતર આપતી નથી ત્યારે હાલ ગામના આગેવાનો નરેશ તડવી, વિક્રમ તડવી, નરેન્દ્ર તડવી, શૈલેષ તડવી, સહીત ડો.પ્રફુલ વસાવા અને અન્ય આદિવાસી આગેવાનો પણ જોડાયા અને આ ત્રણ પેઢી થી લડતા ગ્રામજનો સાથે રહી સરકાર સામે તેમની જમીનો પાછી મેળવવા ઝઝૂમી રહ્યા છે. આજે કેવડિયા ગામ ખાતે ભેગા થઇ એક થઇ સરકાર વિરુદ્ધ ગાંધી ચિંધ્યા માર્ગે આંદોલનની શરૂઆત કરી અને દેખાવો કર્યા હતા.
ચીફ રિપોર્ટર,નર્મદા,ભરત શાહ,મો.નં.9408975050
"વંદે માતરમ ,ભારત માતાકી જય"





