નર્મદા જિલ્લાાં બે પરિણીતાઓએ ઝેરી દવા ગટગટાવી મોત વ્હાલું કર્યું 

0
72

ડેડીયાપાડાના પાનખલાની વાઘઉમર ખાતે પરણાવેલી આંબીબેને પતિના ત્રાસ ના કારણે ઝેરી દવા પીતા મોત, બીજા બનાવમાં મોવી ગામે અગમ્ય કારણોસર અનસોયાબેને ઝેરી દવા પીતા મોત 

રાજપીપળા : નર્મદા જિલ્લામાં બે અલગ અલગ બનાવોમાં બે પરિણીતાઓએ ઝેરી દવા પિતા સારવાર દરમિયાન બંનેના મોત નિપજ્યા હતા જેમાં પ્રથમ બનાવમાં ડેડીયાપાડા તાલુકાના પાનખલાની અને વાઘઉમર ગામમાં પરણાવેલી આંબીબેન હરીસીંગભાઇ વસાવા એ ગત તારીખ 16 જાન્યુઆરી એ પોતાની સાસરી વાઘઉમર ખાતે તેના પતિ હરિસિંગ પુનિયાભાઈ  વસાવા ના કાયમી માનસિક અને શારીરિક ત્રાસથી કંટાળીને ઝેરી દવા પી લેતા એને તાત્કાલિક સુરત નવી સિવિલ ખાતે સારવાર અર્થે લઈ જવાઈ હતી જ્યાં સારવાર દરમિયાન 1લી ફેબ્રુઆરી એ તેનું મોત થયું હતું ત્યારે ડેડીયાપાડા પોલીસે મૃતકને પતિએ ત્રાસ આપી મરવા માટે મજબુર કરી એ બાબતનો પતિ વિરુદ્ધ ગુનો નોંધી તપાસ હાથ ધરી છે જયારે બીજા બનાવમાં મોવી ગામની અનસોયાબેન દિલીપભાઈ વસાવા એ જાતે કોઈ અગમ્ય કારણોસર 1 ફેબ્રુઆરી એ ઝેરી દવા પી લેતા તાત્કાલિક રાજપીપળા સિવિલ બાદ વડોદરા એસએસજી માં દાખલ કરી હોય જ્યાં સારવાર દરમિયાન બીજા દિવસે તેનું પણ મોત નિપજતા રાજપીપળા પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે આમ નર્મદા જિલ્લામાં બે મહિલાઓના ઝેરી દવા પિતા મોત થયા હતા.

ચીફ રિપોર્ટર,નર્મદા,ભરત શાહ,મો.નં.9408975050

 

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY