રાજ્ય સરકારે કેન્દ્રને પત્ર લખી માછીમારનો પાર્થિવદેહ પાક.જેલમાંથી લાવવા વિનંતી કરી

0
33

ગાંધીનગર,તા.૨૪
ગુજરાત સરકારે કેન્દ્ર સરકારને પત્ર લખીને વિનંતી કરી છે કે, ગુજરાતનાં માછીમારના પાર્થિવ દેહને પાકિસ્તાન જેલમાંથી પાછા લાવવા માટે પ્રક્રિયા હાથ ધરવામાં આવે.
ગુજરાત ફિશરીઝ કમિશ્નર કે.આર.પટણીએ જણાવ્યું કે, રાજ્ય સરકારે કેન્દ્રનાં ગૃહ વિભાગને પત્ર લખ્યો છે.
ગયા મહિને ગીર સોમનાથ જિલ્લાનાં ઉના તાલુકાનાં કરજ઼ડી ગામના વતનની નાનુભાઇ કાનાભાઇ સોંલકી (૪૫)ને પાકિસ્તાન સત્તાવાળાએ નવેમ્બર ૧૧ના રોજ પકડીને લઇ ગયા હતા અને ત્યાંની જેલમાં કેદ છે. નાનુભાઇ માછીમાર છે.
નાનુભાઇની સાથે જ પાકિસ્તાનની જેલમાં રહેલા વિજય વાળાએ એક પત્ર લખીને નાનુભાઇના પરિવારને જાણ કરી હતી કે, નાનુભાઇનું ૧૫ સપ્ટેમ્બરનાં રોજ કરાંચી જેલમાં અવસાન થયું છે.

(જી.એન.એસ)

જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
MO. 9978406923
PRESS CARD આપવામાં આવશે.

આવતી કાલના સમાચાર પત્રો ના સંભવિત સમાચાર આજેજ નિહાળો.(રોજ રાત સુધી માં 100 થી વધુ સમાચાર માટે જોતા રહો)
www.jungegujarat.in
*જાહેરાત માટે સંપર્ક કરો
7574888861

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY