કાશ્મીરમાં આ વર્ષે ૩૫ પોલીસ કર્મીઓની આતંકવાદીઓએ હત્યા કરી

0
7

ન્યુ દિલ્હી,તા.૨૧
કાશ્મીરમાં પોલીસ ફોર્સને આતંકવાદીઓ ટાર્ગેટ બનાવી રહ્યા છે. આંતકવાદીઓએ કાયરતાપૂર્ણ હરકત કરીને ૩ પોલીસ કર્મચારીઓનુ અપહરણ કરીને તેમને મોતને ઘાટ ઉતાર્યા હતા.
જાકે આ પહેલી ઘટના નથી.કાશ્મીરમાં છેલ્લા બે વર્ષથી પોલીસ કર્મીઓ જ સૌથી વધુ અસુરક્ષિત છે.આ વર્ષે જ ઓગસ્ટ સુધીમાં ૨૫ પોલીસ કર્મીઓને મોતને ઘાટ ઉતારાયા છે.તાજેતરમાં પોલીસ કર્મીઓના ૧૧ પરિવારજનોને પણ આતંકવાદીઓએ અપહરણ કર્યુ હતુ.
તાજેતરમાં ૨૨ ઓગસ્ટે ઈદના દિવસે પણ આતંકવાદીઓએ ૩ પોલીસ કર્મીઓની હત્યા કરી હતી.આતંકવાદીઓ નથી ઈચ્છતા કે કાશ્મીરના યુવાઓ પોલીસમાં ભરતી થાય.આ માટે આતંકવાદીઓ લાઉડસ્પીકરથી બાકાયદા ચેતવણી આપતા હોય છે.
કેટલાક પોલીસ કર્મચારીઓનુ અપહરણ કરીને તેમને ત્યારે જ છોડવામાં આવ્યા છે જ્યારે તેમણે પોલીસની નોકરીમાંથી રાજીનામુ આપવા માટે ખાત્રી આપી હોય.
બે વર્ષ પહેલા બુરહાન વાનીના મોત પછી પણ ખીણમાં ૨૦૦૦ યુવાઓ પોલીસમાં જાડાયા છે.જેનાથી આતંકવાદીઓના પેટમાં ફાળ પડી છે.

(જી.એન.એસ)

જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
MO. 9978406923
PRESS CARD આપવામાં આવશે.

આવતી કાલના સમાચાર પત્રો ના સંભવિત સમાચાર આજેજ નિહાળો.(રોજ રાત સુધી માં 100 થી વધુ સમાચાર માટે જોતા રહો)
www.jungegujarat.in
*જાહેરાત માટે સંપર્ક કરો
7574888861

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY