૨૦૨૨ સુધી ભારતમાં ધન કુબેરોની સંખ્યા ફ્રાંસ, રશિયા અને બ્રિટેનથી વધારે થઇ જશે
વોશિંગ્ટન,તા.૧૨
નાઇટ ફ્રેંકના એક રિપોર્ટ પ્રમાણે ૨૦૨૨ સુધી ભારતમાં ધન કુબેરોની સંખ્યા ફ્રાંસ, રશિયા અને બ્રિટેનથી વધારે થઇ જશે. આ ધનકુબેરોની પાસે ૩૫૦૦ કરોડ રૂપિયા કે તેનાથી વધારે ધન સંપત્તિ હશે.
ભારતમાં ૨૦૧૭માં ૨૦૦ અરબપતિ હતા જે ૨૦૨૨ સુધી વધીને ૩૪૦ થઇ જશે. જ્યારે તે વખતે ફ્રાંસમાં ૩૧૦ અને યુકે તથા રશિયામાં તેમની સંખ્યા ૨૨૦ થશે.
વેલ્થ રિપોર્ટ પ્રમાણે આવનારા પાંચ વર્ષોમાં એશિયામાં ધનકુબેરોની સંખ્યા ઉત્તર અમેરિકાના ધનકુબેરોથી વધારે થશે.
અનુમાન પ્રમાણે ૨૦૨૨ સુધી એશિયામાં આવા લોકોની સંખ્યા ત્રણ હજારથી પણ વધારે થશે. રિપોર્ટ પ્રમાણે આનું મુખ્ય કારણ દુનિયામાં આર્થિક પ્રગતિ અને સંપત્તિઓની લગાતાર વધતી કિંમતોને કારણ હશે.
જોકે તે સમયે પણ સૌથી વધારે અરબપતિ અમેરિકામાં જ હસે. અનુમાન પ્રમાણે અમેરિકામાં તેમની સંખ્યા ૨૦૨૨ સુધી ૧૮૩૦થી વધીને ૨૫૦૦ થઇ જશે. ચીનમાં આ સંખ્યા ૪૯૦થી વધીને ૯૯૦ થઇ જશે.
(જી.એન.એસ)
જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
MO. 9978406923
PRESS CARD આપવામાં આવશે.
આવતી કાલના સમાચાર પત્રો ના સંભવિત સમાચાર આજેજ નિહાળો.(રોજ રાત સુધી માં 100 થી વધુ સમાચાર માટે જોતા રહો)
www.jungegujarat.in
*જાહેરાત માટે સંપર્ક કરો
7574888861



"વંદે માતરમ ,ભારત માતાકી જય"




