નવી દિલ્હી,તા. ૬
વર્ષ ૨૦૧૮માં મોનસુનની સિઝનની શરૂઆત થઇ તે પહેલા મોનસુનને લઇને આશાસ્પદ આગાહી હવામાન વિભાગ અને ખાનગી હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી હતી. જા કે હવે મોનસુનની પૂર્ણાહુતિ થઇ છે ત્યારે તે ચિત્ર સપાટી પર આવ્યુછે તે મુજબ દેશના ૨૧ ટકા કરતા વધારે વિસ્તારમાં ડ્રાય સ્થિતી રહી છે. એટલે કે ઓછો વરસાદ અથવા તો નહીંવત જેવો વરસાદ થયો છે. દેશના ૨૧.૩૮ ટકા કરતા વધારે વિસ્તારમાં ડ્રાય સ્થિતી રહી છે. ચાર મહિનાની મોનસુનની સિઝનની પૂર્ણાહુતિ બાદ હવામાન વિભાગ દ્વારા જે આંકડા જારી કરવામાં આવ્યા છે તે ચિંતા ઉપજાવે છે. દુષ્કાળ પર નજર રાખનાર ઇન્ડેક્સ એસપીઆઇના કહેવા મુજબ આ મોનસુનની સિઝનમાં ડ્રાય સ્થિતી વર્ષ ૨૦૧૬ અને વર્ષ ૨૦૧૭ની તુલનામાં વધારે રહી છે. આ વર્ષે ૧૩૪ જિલ્લામાં મધ્યમથી લઇને વધારે ડ્રાયની સ્થિતી જાવા મળી છે. આઇએમડીના એસપીઆઇના કહેવા મુજબ ૨૨૯ જિલ્લામાં માઇલ્ડ ડ્રાયની સ્થિતી છે. એટલે કે ઓછા પ્રમાણમાં ડ્રાયની સ્થિતી રહી છે. ગયા વર્ષે ડ્રાય સ્થિતી જાવા મળી હતી. દેશના ૧૭.૭૮ ટકા વિસ્તારમાં હાલત કફોડી બનેલી છે. આવી જ રીતે વર્ષ ૨૦૧૬માં ૧૨.૨૮ ટકા વિસ્તારમાં આવી સ્થિતી રહી હતી. આઇએમડીના આ વિભાગે માહિતી આપતા કહ્યુ છે કે મોનસુનની સ્થિતી નબળી રહી છે. મોનસુનની સ્થિતીમાં આ વખતે ડ્રાયસ્થિ]તીમાં ૨૧ ટકાનો વધારો થયો છે. આ વખતે ૫.૪૫ ટકા વિસ્તારમાં ડ્રાયની સ્થિતી છે. ૨.૦૮ ટકા વિસ્તારમાં બિલકુલ અને ગંભીર ડ્રાયની સ્થિતી છે. મોનસુનમાં કેટલાક રાજ્યોમાં ખુબ ઓછો વરસાદ થયો છે. અરૂણાચલ પ્રદેશ, બિહાર, મેઘાલય અને ત્રિપુરા અને ઝારખંડમાં મધ્યમથી ભારે ડ્રાયની સ્થિતી રહેલી છે. ભારતીય
વર્ષ ૨૦૧૮…હવામાન વિભાગના નવેસરના આંકડા દર્શાવે છે કે આ વર્ષે મોનસૂનની સ્થિતિ દેશમાં અપેક્ષા કરતા નબળી રહી છે. હવામાન વિભાગમાં ડેટા મેનેજમેન્ટ હેડ પલક ગુહાઠાકુર્તાએ માહિતી આપતા કહ્યું હતું કે મોનસૂનની સિઝનમાં દુષ્કાળની સ્થિતિવાળા વિસ્તારમાં આંશિક વધારો થયો છે. ગંભીર દુષ્કાળવાળા વિસ્તારનો આંકડો ૨.૦૮ ટકા રહ્યો છે. વિભાગના ડેટા મુજબ લક્ષદ્વિપ, અરૂણાચલપ્રદેશ, પશ્ચિમ બંગાળ, સિક્કિમ, ઝારખંડ, બિહાર, રાજસ્થાન, કર્ણાટકના જિલ્લાઓમાં સ્થિતિ વધારે સારી રહી નથી. આ રાજ્યોમાં ગંભીર અછતથી લઈને જટિલ અછતની Âસ્થતિ રહી છે. મહારાષ્ટ્ર, મરાઠવાડા અને વિદર્ભમાં પણ આવી Âસ્થતિ જાવા મળી છે. દુષ્કાળની સૌથી ખરાબ Âસ્થતિ લક્ષદ્વિપ, અરૂણાચલપ્રદેશ, બિહાર, ત્રિપુરા અને ઝારખંડમાં રહી છે. મહારાષ્ટ્રમાં દુષ્કાળનો ઈન્ડેક્ષ -૧.૪૨ ટકા રહ્યો છે.
જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
MO. 9978406923
PRESS CARD આપવામાં આવશે.
આવતી કાલના સમાચાર પત્રો ના સંભવિત સમાચાર આજેજ નિહાળો.(રોજ રાત સુધી માં 100 થી વધુ સમાચાર માટે જોતા રહો)
www.jungegujarat.in
*જાહેરાત માટે સંપર્ક કરો
7574888861



"વંદે માતરમ ,ભારત માતાકી જય"




