તક્ષશીલા અગ્નિકાંડના જવાબદારો સામે કડક કાર્યવાહી કરોની માંગણી

0
12

આમ આદમી પાર્ટીએ પો.કમિશનરને આવેદન પાઠવ્યું
સુરત, તા.૨૮
સરથાણા વિસ્તારમાં આવેલા તક્ષશિલા આર્કેડમાં બનેલી એક આગની દુર્ઘટનામાં ૨૦થી વધુ વિદ્યાર્થીઓના કરૂણ મોત નીપજ્યા હતા. આ સંદર્ભમાં આમ આદમી પાર્ટીના અગ્રણી કિશોરભાઈ દેસાઈ અને પ્રવક્તા ઘનશ્યામભાઈ સહિત અનેક કાર્યકર્તાઓએ શહેર પોલીસ કમિશનર સતીષ શર્માને એક આવેદનપત્ર પાઠવી આરોપીઓ તથા જવાબદારો સામે સખત કાર્યવાહી કરવાની માંગ કરી હતી.
આ આવેદનપત્રમાં જણાવાયું હતું કે, તા.૨૪-૫-૨૦૧૯ના રોજ સુરતના સરથાણા વિસ્તારમાં આવેલ તક્ષશિલા કોમર્શિયલ કોમ્પ્લેક્ષમાં આગ લાગવાની ગંભીર ઘટના ઘટી હતી. આ આગ લાગવાની ઘટનામાં જી.ઈ.બી., સુરત મહાનગરપાલિકા, ફાયર વિભાગ, બિલ્ડરો તેમજ ટ્યુશન સંચાલકોની બેદરકારી અને બેજવાબદારીને લીધે ૨૨ જેટલા માસુમ ભૂલકાઓ મોતને ભેટ્યા છે. તેમજ ૧૦ જેટલા ભૂલકાઓ ચોથા માળેથી કૂદવાથી ગંભીર રીતે ઘાયલ થયેલ છે. પરંતુ સમગ્ર ઘટનામાં આજદિન સુધીમાં ફક્ત ટ્યુશન સંચાલક તેમજ બિલ્ડરની ધરપકડ કરી તેના સામે જ કાયદેસર કાર્યવાહી હાથ ધરવામાં આવેલ છે. તેમજ ફાયર વિભાગના અધિકારીને ફક્ત સસ્પેન્ડ કરવામાં આવ્યા છે. પરંતુ આ સમગ્ર ઘટના માટે જવાબદાર જીઈબીના અધિકારીઓ, એસ.એમ.સી.ના અધિકારીઓ તેમજ ફાયર વિભાગના અધિકારીઓ સામે હજુ સુધી કોઈપણ પ્રકારની કાયદાકીય કાર્યવાહી કરવામાં આવી નથી કે ધરપકડ કરવામાં આવી નથી. આમ, આ સમગ્ર ઘટનાના જવાબદાર તમામ અધિકારીઓ સામે મનુષ્યવધનો ગુનો નોંધી તાત્કાલિક અસરથી ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી કરવામાં આવે.
આગ દુર્ઘટનાગ્રસ્ત તક્ષશિલા બિલ્ડિંગ તેમજ સમગ્ર સુરતમાં ફાયર સેફ્ટી વગરનાં કોમર્શિયલ કોમ્પ્લેક્ષ તેમજ સ્કૂલો તેમજ ટ્યુશન ક્લાસીસોને બીયુસી કે એનઓસી કેવી રીતે આપવામાં આવ્યા આ માટે જવાબદાર એસએમસીના અધિકારીઓ સામે કાયદાકીય કાર્યવાહી કરવામાં આવે.

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY