- અંકલેશ્વર:
ગતરાત્રીના અંદાજે એક વાગ્યાના સુમારે અંકલેશ્વર જીઆઇડીસી માં આવેલ સનફાર્મા કંપનીમાં કોઈ કારણસર અચાનક ધડાકા સાથે આગ લાગી હતી. લોક મુખે ચર્ચા અનુસાર અચાનક આગ ભભૂકી હતી જેથી કંપનીના કર્મચારીઓ પોતાનો જીવ બચાવી ભાગ્યા હતા, આગ એટલી ભયાનક હતી કે તેની લપટો 5 કિલોમીટર સુધી જોઈ શકાય હતી. રાત્રી દરમિયાન આગને કાબુમાં લેવા અગ્નિશામક લાસ્કરો એ મહામહેનત કરી હતી ડીપીએમસી અંકલેશ્વર સ્થળ પર પહોંચી હતી સાથે જ આગ એટલી ભયાનક હતી કે સુરતના લાસ્કર વાહનો પણ દોડી આવ્યા હતા જોકે આ આગ બુજવવા 18 જેટલી લાસ્કર ગાડીઓ સ્થળ પર આવી પહોંચી હતી. જેથી આખરે સવારે 5 વાગ્યાની આસપાસ આગને કાબુમાં આવી હતી જોકે સ્થળ પર સ્થાનિક એસડીએમ,લોકલ પી.આઈ.,એઆઈએ ના પ્રમુખ તથા સરકારી અધિકારીઓ પહોંચી ગયા હતા.
અંકલેશ્વર ઉદ્યોગો માં છાસવારે બનતી આગ ની ઘટનાઓ એ સ્થાનિકો માં ભય નું વાતાવરણ ફેલાવેલ છે. અગાઉ પણ સનફાર્મા માં જ આગ લાગી હતી ત્યારે ફાયર કસીબ્યુસર ફોડવા જતા યુવાન સેફટી મેનેજર નું મૃત્યુ થયું હતું
પણ સમય જતાં આવી ઘટનાઓ પ્રજા ભુલી જાય છે અને કાયદાના રક્ષકો જ ઉદ્યોગો ને છટકબારી બતાવી રોજગારી ના ઓછા હેઠળ દૂરઘટના ને માનવી ની બહુ કે સોર્ટસર્કિટ જેવા પાંગળા બહાના સાથે ઘટના ભુલાય છે.
અત્રે એ ઉલ્લેખનીય છે કે ઘણા સમય થી આગ નું પૃર્થકરણ કરવામાં આવે તો જલદ સોલ્વન્ટ રિકવરી કરતી હોય અથવા જ્યાં સોલ્વન્ટ સ્ટોર કરાતું હોય ત્યાંજ લાગે છે ત્યારે વિષય એ છે કે ફેક્ટરી ઇનસ્પેક્ટરો પ્રમાણિકતા થી ઉદ્યોગો ની વિઝીટ કરે છે ખરા? જો કરતા હોય તો આવી ઘટના ને અવકાશ ઓછો રહે કેમ કે સોલ્વન્ટ સ્ટોરેજ કાયદા મુજબ જ થાય.
આજ ની આ ઘટના ને તંત્ર કેટલું જવાબદારીથી લે છે એ તો સમય જ બતાવશે, ઉદ્યોગોની ફરી ચોકસાઈ પૂર્વક વિઝીટ થશે કે ઘીના ઠામ માં ઘી સમાઇ જશે. ખરેખર આવી ઘટના ઓ પછી તંત્ર એ સજાગ થવાની જરૂરી છે,આવી ઘટનાના પગલે જો કોઈ મોટી જાનહાની થાય તો તેના માટે જવાબદાર કોણ? આ પ્રશ્ન પણ પ્રજામાં ઉઠી રહ્યો છે.
I
ગુજરાતના તમામ સ્થળે પ્રેસ પ્રતિનિધિ નિમવાના છે રસ ધરાવતા યુવક- યુવતીઓ સંપર્ક કરે. 7574888861
"વંદે માતરમ ,ભારત માતાકી જય"