રિયાધ,તા.૨૪
સાઉદી અરેબિયા તેના આકરા નિયમો માટે જાણીતું છે. અહીં ગુના પ્રમાણે તેની સજા આપવામાં આવે છે. ચોરી જેવા ગુનામાં હાથ કાપવા, વ્યભિચારના કેસમાં જાહેરમાં કોરડા ફટકારવા જેવી સજા ફટકારવામાં આવે છે. આ ઉપરાંત પણ ઘણી સજા તો એટલી ભયાનક હોય છે કે તે સાંભળતા જ આપડા રૂંવટા ખડા થઈ જાય. તેમાં પણ આતંકવાદનાં ગુનામાં તો સજા એ મોત આપવામાં આવતી હોય છે.
તાજેતરમાં જ સાઉદી અરબમાં આતંકવાદના ગુનામાં દોષિત ઠરેલા ૩૭ લોકોને મોતની સજા ફટકારવામાં આવી છે. ગૃહ મંત્રાલયે આ જાણકારી આપી હતી.
સાઉદી અરબની સરકારી સમાચાર એજન્સીએ એક નિવેદનના હવાલો આપી જણાવ્યું હતું કે, મોરની સજા અમીલ રિયાધ, મક્કા અને મદીના, મધ્ય કાસિમ પ્રાંત અને ઈસ્ટર્ન પ્રાંતમાં આપવામાં આવી છે.
સાઉદી પ્રેસ એજંસીના જણાવ્યા પ્રમાણે, આતંકવાદી અને ચરમપંથી વિચારધારા અપનાવવા અને સુરક્ષાને અસ્થિર બનાવવા માટે આતંકવાદી પ્રકોષ્ઠ બનાવવા માટે આ લોકોને મોતની આપવામાં આવવામાં આવી છે.
એએફપી દ્વારા જાહેર કરવામાં આવેલા આંકડા પ્રમાણે, સાઉદી અરબમાં આ વર્ષની શરૂઆતથી લઈને અત્યાર સુધીમાં ઓછામાં ઓછા ૧૦૦ જેટલા લોકોને મોતની સજા આપવામાં આવી છે.
"વંદે માતરમ ,ભારત માતાકી જય"


