હવે રેલવેના રેસ્ટ હાઉસ-હોલી ડે હોમનું ઓનલાઈન બુકિંગ થશે

0
34

ન્યુ દિલ્હી,તા.૨
રેલવે સ્ટેશન સ્થિત રિટાયરિંગ રૂમ બાદ હવે રેલવે ઓફિસર રેસ્ટ હાઉસ, હોલી ડે હોમ, કોમ્યુનિટી સેન્ટર હોલ, સ્ટાફ રેસ્ટ રૂમનું હવે ઓનલાઈન બુકિંગ થશે. એટલું જ નહી રેલવે ટિકિટના આધારે ગેસ્ટ હાઉસ બુકિંગ રદ થવા પર વેઈટિંગમાં રહેલા વ્યક્તિને રૂમ મળશે.
અધિકોરી-કર્મચારી સ્વયં અથવા પોતાના મહેમાનો માટે સીમિત દિવસો માટે બુકિંગ કરાવી શકશે. બુકિંગ પર ડિવિઝન અને રેલવે બોર્ડ સ્તરની નજર રહેશે. તેનો હેતુ બાબુશાહી પર અંકુશ લગાવીને રેલવે સંપિત્તના દુરુપયોગને રોકવાનો છે જેનાથી જરૂરિયાતમંદોને રોકાવાનું ઠેકાણું મળી શકે.
રેલવે બોર્ડે ૩૧ મેના કેન્દ્રીય રેલવે સુચના પ્રણાલી (ક્રિસ)ને ઓનલાઈન બુકિંગ માટે સોફટવેર તૈયાર કરવાનો નિર્દેશ આપ્યો છે. સૂત્રોના જણાવ્યા મુજબ દેશના મહાનગરો દિલ્હી, મુંબઈ, કોલકત્તા, ચેન્નાઈ સહિત મુખ્ય પર્યટક સ્થળોની આસપાસ રેલવે ઓફિસર રેસ્ટ હાઉસ (ઓઆરએચ) હોલી ડે હોમ, સ્ટાફ રેસ્ટ રૂમ બનાવાયા છે. ખાનગી હોટલ અથવા ગેસ્ટ હાઉસમાં મોંઘી કિંમતે રૂમ મળે છે જેની સરખામણીએ રેલવેના રૂમ ઘણા સસ્તા અને સુવિધાજનક હોય છે. સીઝનમાં રેલ અધિકારી અને તેના મહેમાનના નામે મન ફાવે તેવી રીતે એડવાન્સમાં રૂમ બુક કરાવી લ્યે છે. બાદમાં બુકિંગ આગળ વધારી લ્યે છે. રેલવે બોર્ડે રેલ સંપિત્તના દુરુપયોગ રોકવા માટે રૂમનું બુકિંગ ઓનલાઈન કરી નાખ્યું છે. નવા નિયમ પ્રમાણે ૭૦ ટકા રૂમ ઓનલાઈન બુકિંગ થશે જ્યારે માત્ર ૩૦ ટકા રૂમ ઈમરજન્સી મેન્યુઅલી બુક કરી શકાશે. તેની સાથે જ અધિકારીને સિઝનમાં વધુમાં વધુ ત્રણ દિવસ માટે ત્રણ રૂમ બુક કરાવી શકશે. સાથોસાથ રૂમના બુકિંગનો અધિકાર માત્ર ડીઆરએમ પાસે જ હશે.
(જી.એન.એસ)

જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
Mo. 9978406923

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY