યુએસના પ્રતિબંધ વચ્ચે પુતિન સાથે કિમ જાંગની પ્રથમ મુલાકાત

0
8

વ્લાદિવોસ્તોક,તા.૨૪
નોર્થ કોરિયાના સરમુખત્યાર કિમ જાંગ-ઉન રશિયાના પ્રેસિડન્ટ વ્લાદિમીર પુતિનને મળવા બુધવારે રશિયા પહોંચી ગયા. પ્યોંગયાંગથી રશિયા માટે રવાના થયાના સમાચાર બાદ કિમ સૌથી પહેલાં રશિયાના ખાસાન પહોંચ્યા. બંને દેશોની વચ્ચે ઐતિહાસિક મિત્રતા હોવા છતાં કિમ શાસક બન્યા બાદ અત્યાર સુધી પુતિનને મળ્યા નહતા. કિમ શાસક બન્યા તેના ૮ વર્ષમાં આ પ્રથમ મુલાકાત છે. અંતિમવાર તેમના પિતા કિમ જાંગ-ઇલ રશિયાના તત્કાલિન પ્રેસિડન્ટ દિમિત્રી મેદવેદેવને મળ્યા હતા.
ખાસાનની સ્થાનિક નેતા નતાલિયા કરપોલાએ રશિયન ન્યૂઝ એજન્સીને જણાવ્યું કે, સ્ટેશન પર કિમનું ફૂલો અને બ્રેડ-નમક આપીને સ્વાગત કરવામાં આવ્યું છે. આ રશિયાની પરંપરા છે. કિમ ત્યારબાદ અંદાજિત ૯ કલાકની મુસાફરી કરી વ્લાદિવોસ્તોક પહોંચશે. પુતિન અને કિમ વ્લાદિવોસ્તોકમાં બેઠક કરશે. જો કે, હજુ સુધી આ બંને નેતા વચ્ચે કોઇ સમજૂતી અથવા સામૂહિક કોન્ફરન્સને લઇને કોઇ જાહેરાત કરવામાં નથી આવી.
કિમ જાંગ-ઉન આ અગાઉ અમેરિકાના પ્રેસિડન્ટ ડોનાલ્ડ ટ્રમ્પ અને ચીનના પ્રેસિડન્ટ શી જિનપિંગ સાથે મુલાકાત કરી ચુકવ્યા છે. ટ્રમ્પ અને કિમની પ્રથમ મુલાકાત ગત વર્ષે જૂનમાં સિંગાપોરમાં થઇ હતી. જ્યારે બીજી મુલાકાત આ વર્ષે ફેબ્રુઆરીમાં વિયેતનામમાં થઇ હતી. જા કે, આ બંને બેઠકોમાં નોર્થ કોરિયાના પરમાણુ કાર્યક્રમને ખતમ કરવાની માગણી સાથે નિષ્ફળ રહી હતી. ટ્રમ્પે પણ સામે પક્ષે પ્રતિબંધોમાં કોઇ ફેરફાર નહીં કરવાનું વલણ યથાવત રાખ્યું હતું.
જો કે, ટ્રમ્પ-કિમની મુલાકાત બાદ નોર્થ કોરિયાની સ્થિતિ સ્થિર થઇ છે, પરંતુ આર્થિક સ્થિતિમાં કોઇ સુધારો નથી જોવા મળ્યો. જેના કારણે કિમ રશિયા પાસે મદદ માંગી શકે છે. રશિયા પણ નોર્થ કોરિયાના પરમાણુ કાર્યક્રમને ખતમ કરવામાં સહયોગ વધારી શકે છે.

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY