પાણીપુરી બાદ સડેલા શાકભાજી અને ફળફળાદી વેચનાર સામે તંત્રની લાલઆંખ

0
37

૧૯૩ કિલો ખાદ્યસામગ્રી આરોગ્યપ્રદ ન જણાતા નાશ કરાયો
ગાંધીનગર,તા.૩
સમગ્ર રાજયમાં જયારે પાણીપુરીમાં વપરાતા પાણી અને બટાટા અંગે તંત્રની કામગીરી ચાલી રહી છે. ત્યારે ભરૂચ ખાતે પણ ફુડ એન્ડ ડ્રગ તેમજ નગરપાલિકા દ્વારા પાણીપુરીના ધંધા કરનારાઓ દ્વારા વપરાતા પાણી અને શાકભાજી આરોગ્યપ્રદ છે કે નહી તેની ચકાસણી કરવામાં આવી હતી. આ ચકાસણી ઝૂંબેશ દરમિયાન ૧૯૩ કિલો જેટલી ખાદ્યસામગ્રી આરોગ્યપ્રદ ન જણાતા તેનો નાશ કરવામાં આવ્યો હતો. સડેલા બટાટા, પાણીપુરીમાં વપરાતુ દુષિત પાણી તેમજ અન્ય શાકભાજીનો નાશ કરવામાં આવ્યો હતો.
મળતી માહિતી પ્રમાણે ૨૫ જેટલી ખાદ્ય સામગ્રીની લારીઓનું ચેકીંગ કરવામાં આવ્યુ હતુ. જે પૈકી ૫૦ કિલો બટાકા અને ૩૦૦ લીટર દુષિત પાણી જણાતા તેનો નાશ કરવામાં આવ્યો હતો. ફુડ એન્ડ ડ્રગ વિભાગ તેમજ પાલિકા તંત્ર શાકભાજીની લારીઓવાળા પણ વાસી શાકભાજી તેમજ સડેલી શાકભાજીનો નાશ કરતા નજરે પડયા હતા. આ ઝૂંબેશ હરહંમેશ યથાવત રહે તો ભરૂચના લોકોનું આરોગ્ય જળવાઈ રહે.
હાલ જયારે ફુડ એન્ડ ડ્રગ વિભાગ તેમજ પાલિકા દ્વારા દુષિત ખાદ્ય સામગ્રી અને પાણીપુરીના પાણી સામે કડક હાથે કાર્યવાહી ચાલી રહી છે. ત્યારે સ્વભાવિક રીતે ફાસ્ટફુડના ધંધાદારીઓમાં ફફડાટની લાગણી જણાય રહી છે. ત્યારે ભરૂચ પાલિકા પ્રમુખ સુરભી તમાકુવાલાએ જણાવ્યુ હતુ કે, લોકોના આરોગ્યને ધ્યાનમાં રાખી સ્વચ્છતા જાળવવામાં આવે તેમજ આરોગ્યપ્રદ ગુણવત્તાસભર સામગ્રી વાપરીને ધંધો કરવામાં આવે તો તંત્રને કોઈ વાંધો નથી.
ભરૂચમાં જયાં અખાદ્ય સામગ્રી સામે ફુડ એન્ડ ડ્રગ અને પાલિકા તંત્ર દ્વારા લાલઆંખ કરવામાં આવી રહી છે. ત્યાં બીજીબાજુ બિનકાયદેસર પ્લાસ્ટીકની થેલીનો ઉપયોગ અંગે પણ પગલાઓ લેવાઇ રહ્યા છે. મળતી માહિતી પ્રમાણે વાંધાજનક પ્લાસ્ટીકની થેલીઓ એકત્રિત કરી તેનો તંત્ર દ્વારા નાશ કરવામાં આવ્યો હતો અને આગામી દિવસોમાં પણ વાંધાજનક પ્લાસ્ટીકની થેલીઓ સામે તંત્ર દ્વારા પગલા ભરવામાં આવશે તેમ જાણવા મળેલ છે. આ ઉપરાંત ભરૂચમાં વિવિધ એનજીઓ દ્વારા પણ નુકશાનકારક પ્લાસ્ટીકની થેલીઓ સામે જનજાગૃતિના કાર્યક્રમોનું આયોજન કરાઇ રહ્યું છે.
(જી.એન.એસ)

જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
Mo. 9978406923 
PRESS card આપવામાં આવશે
*આવતી કાલના સમાચાર પત્રો ના સંભવિત સમાચાર આજેજ નિહાળો.(રોજ રાત સુધી માં 100 થી વધુ સમાચાર માટે જોતા રહો)
www.jungegujarat.in
*જાહેરાત માટે સંપર્ક કરો
7574888861

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY