ગાંધીનગર,તા.૩
મુખ્ય પ્રધાન વિજય રૂપાણીએ રાજ્યની મહાનગર-પાલિકાઓના મ્યુનિસિપલ કોર્પોરેટરોના માસિક માનદ વેતન તેમ જ અન્ય ભથ્થામાં તા.૧ એપ્રિલ ર૦૧૮ની અસરથી વધારો આપવાનો નિર્ણય કર્યો છે. રૂપાણીના આ નિર્ણય અનુસાર હવે અમદાવાદ, સુરત, વડોદરા અને રાજકોટના કોર્પોરેટરોને માસિક રૂ.૧ર હજાર માનદ વેતન તેમ જ મીટિંગ ભથ્થું દર મીટિંગના રૂ.પ૦૦, ટેલિફોન ભથ્થું માસિક રૂ.૧૦૦૦ તથા સ્ટેશનરી ભથ્થું દર મહિને રૂ.૧પ૦૦ પ્રમાણે મળશે.
જ્યારે જામનગર, ભાવનગર, જૂનાગઢ અને ગાંધીનગરના કોર્પોરેટરોને માસિક રૂ.૭૦૦૦ માનદ વેતન અને મીટિંગ દીઠ ભથ્થું રૂ.પ૦૦ તથા દર મહિને ટેલિફોન ભથ્થું રૂ.૧૦૦૦ તેમ જ સ્ટેશનરી ભથ્થું રૂ.૧પ૦૦ મળશે. આ અગાઉ તમામ મહાનગરોના કોર્પોરેટરોને માસિક રૂ.૩૦૦૦ માનદ વેતન મળતું હતું તેમ જ મીટિંગ દીઠ ભથ્થું રૂ.રપ૦, માસિક ટેલિફોન ભથ્થું રૂ.૭પ૦ અને સ્ટેશનરી ભથ્થું રૂ.પ૦૦ પ્રમાણે ચૂકવવામાં આવતું હતું.
(જી.એન.એસ)
જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
Mo. 9978406923
PRESS card આપવામાં આવશે
*આવતી કાલના સમાચાર પત્રો ના સંભવિત સમાચાર આજેજ નિહાળો.(રોજ રાત સુધી માં 100 થી વધુ સમાચાર માટે જોતા રહો)
www.jungegujarat.in
*જાહેરાત માટે સંપર્ક કરો
7574888861


"વંદે માતરમ ,ભારત માતાકી જય"


