જયંતી ભાનુશાળી દુષ્કર્મ કેસ

0
16

પીડિતાનું હાઈકોર્ટમાં સોગંદનામું, ફરિયાદ આગળ ન લઈ જવાનો ઉલ્લેખ
અમદાવાદ,તા.૩
બીજેપીના ભૂતપૂર્વ પ્રદેશ ઉપાધ્યક્ષ જયંતી ભાનુશાળી પર નોંધાયેલી કથિત બળાત્કારની ફરિયાદ મામલે પીડિતા આજે હાઈકોર્ટમાં હાજર થઈ હતી. આ કેસમાં પીડિતાએ હાઈકોર્ટમાં સોગંદનામું કર્યું છે. માત્ર એટલું જ નહીં, સોગંદનામાં ફરિયાદ આગળ ન લઈ જવાનો પણ ઉલ્લેખ કર્યો છે.
ગત જુલાઈ માસમાં કાપોદ્રામાં રહેતી ૨૧ વર્ષની યુવતીએ પ્રદેશ ભાજપના ઉપાધ્યક્ષ અને અબડાસાના પૂર્વ ધારાસભ્ય જયંતી ભાનુશાળી પર તેની સાથે દુષ્કર્મ આચર્યું હોવાનો આક્ષેપ કરતી અરજી કાપોદ્રા પોલીસ સ્ટેશનમાં કરી હતી. જયંતી ભાનુશાળીએ અમદાવાદની ફેશન ડિઝાઇનિંગ કોલેજમાં એડમિશન અપાવવાના બહાને યુવતીને ગાંધીનગર બોલાવી દુષ્કર્મ આચર્યું હોવાનો આક્ષેપ કર્યો હતો.
(જી.એન.એસ)

જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
Mo. 9978406923 
PRESS card આપવામાં આવશે
*આવતી કાલના સમાચાર પત્રો ના સંભવિત સમાચાર આજેજ નિહાળો.(રોજ રાત સુધી માં 100 થી વધુ સમાચાર માટે જોતા રહો)
www.jungegujarat.in
*જાહેરાત માટે સંપર્ક કરો
7574888861

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY