સરકારે ૧ વર્ષમાં FRC પાછળ કર્યો રૂ.૫૦.૫૩ લાખનો ખર્ચ, RTIમાં ખુલાસો

0
18

અમદાવાદ,તા.૪
શાળાઓની ફી નિર્ધારણ કરતી કમિટી પાછળ રાજ્ય સરકાર દ્વારા છેલ્લાં એક વર્ષમાં ૫૦.૫૩ લાખ રૂપિયાનો ખર્ચ કરવામાં આવ્યો હોવાની વિગતો એક RTIમાં સામે આવ્યો છે. રાજ્ય સરકારે કાયદો બનાવવાની સાથે સાથે ૪ ઝોનની અમદાવાદ, વડોદરા, રાજકોટ અને સુરતની કમિટીઓની નિમણૂંક કરી હતી.
જેમને કેટલીક સુવિધાઓ અને ભથ્થાંઓની જાહેરાત એ સમયે જ કરવામાં આવી હતી. RTIમાં સામે આવેલી માહિતી મુજબ રાજકોટની ફી રેગ્યુલેશન કમિટીને રૂપિયા ૨૬ લાખ, સુરત કમિટીને રૂપિયા ૯.૫૦ લાખ, વડોદરા કમિટીને રૂપિયા ૧૨.૮૦ લાખ અને અમદાવાદની કમિટીને રૂપિયા ૩.૪૬ લાખ રૂપિયા ચુકવવામાં આવ્યાં છે.
આ મામલે FCI કરનાર વાલી મંડળનાં સભ્યએ જણાવ્યું હતું કે, કોઈ શાળામાં રૂબરૂ જઈને FCI દ્વારા તપાસ કરવામાં નથી આવી છતાં આટલી મોટી રકમનો વ્યય કરવામાં આવ્યો છે. વાલી મંડળનાં સભ્ય એવાં RTI કરનારે જણાવ્યું હતું કે કોઈ શાળામાં રૂબરૂ જઈને હ્લઇઝ્ર દ્વારા તપાસ કરવામાં નથી આવી અને તગડી ફી આપવામાં આવી છે. જેમ અમદાવાદમાં સમિતિનાં એક માત્ર સભ્ય જ વેતન લે છે અને અન્ય સભ્ય માનદ સેવા આપે છે એમ અન્ય જગ્યા પર પણ આવું થવું જાઈએ.

(જી.એન.એસ)

જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
Mo. 9978406923 
PRESS card આપવામાં આવશે
*આવતી કાલના સમાચાર પત્રો ના સંભવિત સમાચાર આજેજ નિહાળો.(રોજ રાત સુધી માં 100 થી વધુ સમાચાર માટે જોતા રહો)
www.jungegujarat.in
*જાહેરાત માટે સંપર્ક કરો
7574888861

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY