આરટીઆઈ કેસમાં કોર્ટે કરેલો દંડ માહિતી આયોગે રદ્દ કર્યો,કહ્યું માહિતી મફ્ત આપો

0
100

જૂનાગઢ,તા.૩૧
જૂનાગઢ ડિસ્ટ્રિક્ટ કોર્ટ દ્વારા માહિતી અધિકારનાં કાયદા(૨૦૦૫) હેઠળ માહિતી માંગનાર અરજદાર (ભગ્નેશ જાની, રહે. જૂનાગઢ)ને માહિતી ન આપી અને ઉપરજતા, અરજદારને દંડ કરવાના કિસ્સામાં ગુજરાત માહિતી આયોગે મહત્વનો ચુકાદો આપ્યો છે.
અરજદાર ભગ્નેશ જાનીએ જૂનાગઢ કોર્ટના અપીલ અધિકારીનાં આદેશ પ્રમાણે દંડ તો ભરી દીધો પણ ન્યાયની લડત ચાલુ રાખી અને ગુજરાત માહિતી આયોગમાં અપીલ દાખલ કરી હતી. ન્યાયની લડતમાં તેમની જીત થઇ.
ગુજરાત માહિતી આયોગે જુલાઇ મહિનામાં આ કેસનો ચુકાદો આપ્યો અને જૂનાગઢ કોર્ટેના અપીલ અધિકારીને આ દંડની રકમ અરજદારને પરત આપવા માટે નિર્દેશ કર્યો. ઉપરાંત, અરજદારે માંગેલી માહિતી મફતમાં આપવાનો પણ આદેશ કર્યો.
આ કેસની વિગત એવી છે કે, જૂનાગઢ કોર્ટમાંથી જુનિયર ક્લાર્ક તરીકે નિવૃત થયેલા ભગ્નેશ જાનીએ જૂનાગઢ ડિસ્ટ્રિક્ટ કોર્ટમાં માહિતી અધિકારના કાયદા હેઠળ માહિતી માંગતી એક અરજી માર્ચ, ૨૦૧૬માં કરી હતી. જૂનાગઢ કોર્ટના જાહેર માહિતી અધિકારીએ ‘માંગવામાં આવેલી માહિતી, માહિતી અધિકારના કાયદા (૨૦૦૫)ની જાગવાઇઓ મુજબ, જાહેર કરવામાંથી મુક્તિને છે એટલે માંગેલી માહિતી આપી ન શકાય.
ભગ્નેશ જાનીએ આ પછી પ્રથમ અપીલ દાખલ કરી અને દલીલ કરી કે, આ માહિતી રેકર્ડ સ્વરૂપે ઉપલબ્ધ હોય છે અને માંગેલી વિગતો માહિતી અધિકારના કાયદાની જાગવાઇઓ મુજબ જાહેર કરવાને પાત્ર છે.
(જી.એન.એસ.)

જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
MO. 9978406923 
PRESS CARD આપવામાં આવશે.

આવતી કાલના સમાચાર પત્રો ના સંભવિત સમાચાર આજેજ નિહાળો.(રોજ રાત સુધી માં 100 થી વધુ સમાચાર માટે જોતા રહો)
www.jungegujarat.in
*જાહેરાત માટે સંપર્ક કરો
7574888861

ગુજરાતના તમામ સ્થળે પ્રેસ પ્રતિનિધિ નિમવાના છે રસ ધરાવતા યુવક- યુવતીઓ સંપર્ક કરે. +91 9978406923

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY