ગંગા શુધ્ધીકરણ યોજના માટે જર્મની ભારતને ૯૯૪ કરોડ રૂપિયાની લોન આપશે

0
72

ન્યુ દિલ્હી,તા.૩૧
ગંગાને શુધ્ધ કરવાના પ્રયાસોમાં જર્મની ભારતને હળવા વ્યાજની રૂપિયા ૯૯૪ કરોડ ની લોન આપશે જેનાથી ઉત્તરાખંડમાં ગટરના પાણીને સાફ કરવાના માળખાને વધુ સુદ્રઢ બનાવી શકાશે,એમ જર્મનીના ચાર્જ દ અફેર્સ જાસ્પર વિકે કહ્યું હતું.
જર્મની દૂતાવાસે કરેલા કામ પર વિગતવાર બોલતાં વિકે કહ્યું હતું કે આ નાણાનો ઉપયોગ દૈનિક આશરે ૧.૫ કરોડ લિટર ગંદા પાણીને શુધ્ધ કરવાના ટ્રિટમેન્ટ પ્લાન્ટ માટે, ઘરે ઘર નળ સાથે જાડાણ સહિતના આશરે ૩૬૦ કિલો મીટર ગટર સીસ્ટમને બદલવાના અને તેમાં વધારો કરવાના કામમાં વપરાશે.
આ સહાયથી ૧૩ સુએજ પમ્પીંગ સ્ટેશનોનું પણ બાંધકામ કરાશે.’ આ યોજનાનો હેતુ ગંગામાં વહેવડાવી દેવામાં આવતા ગંદા પાણીના પ્રવાહને રોકવાનો છે. આમ નદીના પાણીની ગુણવત્તામાં સુધારો થશે’એમ વિકે કહ્યું હતું.૨૦૧૫માં જર્મનીની સરકારે ભારતને જર્મન ડેવેલપમેન્ટ બેંક મારફતે ૧૨ કરોડ યુરોની વ્યાજમાં સબસિડીની લોન આપવાની બાંહેધરી આપી હતી. તેનો હેતુ ગટર લાઇનો અને સુએજ ટ્રિટમેન્ટ પ્લાન્ટ નાંખવાનો હતો.
તેમણે ઉમેર્યું કે જર્મન વિકાસ એજન્સી જીઆઇઝેડ દ્વારા ગંગા બોક્સ નામે એક પ્રોજેક્ટ તૈયાર કરાયો હતો જેનો હેતુ શાળાએ જતાં બાળકોને નદીઓ વિષે જાણકારી આપવાનો હતો. જીઆઇઝેડના પ્રોજેક્ટ કો ઓર્ડિનેટર વિક્રાંત ત્યાગીએ કહ્યું હતું કે ગંગા બુકનો વિચાર જ્યારે યુરોપની નદીઓને શુધ્ધ કરવાની શરૂઆત કરાઇ હતી ત્યારે અમને આવ્યો હતો. ગંગા બુકમાં નદીઓ અંગે ધાર્મિક, સામાજીક સાંસ્કૃત્તિક અને આર્થિક મહત્તવ સમજાવવાનો અને પાણીમાં પ્લાસ્ટીક નહીં નાંખવા તેમજ પ્રદુષણ નહીં કરવા લોકોને જગૃત કરવાનો હતો.

(જી.એન.એસ.)

જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
MO. 9978406923 
PRESS CARD આપવામાં આવશે.

આવતી કાલના સમાચાર પત્રો ના સંભવિત સમાચાર આજેજ નિહાળો.(રોજ રાત સુધી માં 100 થી વધુ સમાચાર માટે જોતા રહો)
www.jungegujarat.in
*જાહેરાત માટે સંપર્ક કરો
7574888861

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY