સાબરકાંઠા,તા.૨૭
સામાન્ય રીતે લોકોના મનમાં પોલીસની છાપ હપ્તાખોરો તરીકેની હોય છે. પરંતુ ખાખી વર્દી પહેરાનાર પણ છેવટે તો માણસ જ છે. પોલીસ અનેક વખત પોતાના કામથી માનવતાના અનેક વખત ઉદાહરણ આપી ચૂકી છે. પોલીસની માનવતાનું આવું જ એક ઉદાહરણ સાબરકાંઠામાં બન્યું છે. જ્યાં ડીવાયએસપીએ પોતાની કારમાં જ અકસ્માતમાં ઇજાગ્રસ્ત મહિલાને હોસ્પિટલ પહોંચાડી હતી.
જેના પગલે રીક્ષામાં સવાર મહિલા સહિત અન્ય મુસાફરો ઇજાગ્રસ્ત થયા હતા. ઘટનાની જાણ થતાં ડી.વાય.એસ.પી. હિતેષ ધાધલિયા ઘટના સ્થળે પહોંચ્યા હતા. સાથે સાથે ૧૦૮ એમ્બ્યુલન્સને પણ અકસ્માતની જાણ કરવામાં આવી હતી. જોકે, ૧૦૮ એમ્બ્યુલન્સ મોડી પડતા ડી.વાય.એસ.પી હિતેષ ધાધલિયાએ માનવતા દાખવી હતી. હિતેષ ધાધલિયાએ પોતાની સરકારી ગાડીમાં ઇજાગ્રસ્ત મહિલા અને અન્યને બેસાડીને હોસ્પિટલ ખસેડયા હતા.
"વંદે માતરમ ,ભારત માતાકી જય"



