નાફેડના ચેરમેન વાઘજીભાઈ બોડાએ કોંગ્રેસમાંથી આપ્યું રાજીનામું

0
40

ગાંધીનગર,તા.૯
મગફળી કાંડ મામલે નાફેડના ચેરમેન વાઘજી બોડાએ કોંગ્રેસમાંથી રાજીનામું આપ્યુ છે. વાઘજી બોડાએ મગફળીમાં માટી કાંડ મામલે સરકારને જવાબદાર ગણાવી હતી. વાઘજી બોડાએ નિવેદન આપવામાં ઉતાવળ કરી હોવાના પગલે તેમણે કોંગ્રેસમાંથી રાજીનામું આપ્યુ છે. રાજકોટ પોલીસે મગફળી કાંડ મામલે કુલ ૨૭ જેટલા લોકોની ધરપકડ કરી છે. જેમા કેટલાક કોંગ્રેસના કાર્યકર હોવાનો આક્ષેપ પર કરવામાં આવ્યો હતો. વાઘજીભાઈ બોડા હાલમાં નાફેડના ચેરમેન છે. જેમના પર કોંગ્રેસી હોવાને પગલે સરકાર કોંગ્રેસને ટાર્ગેટ કરી રહી હોવાથી તેઓએ કોંગ્રેસમાંથી રાજીનામું આપ્યું છે.
નાફેડના ચેરમેન વાઘજી બોડાએ હવે સીધા જ કૃષિ પ્રધાન અને સરકાર સામે ચોંકાવનારા આક્ષેપો કર્યા છે. તેમણે કૃષિ પ્રધાન ફળદુને આડે હાથે લેતા કહ્યું છે કે નાફેડ સામે આંગળી ચિંધે છે પણ તેમની પાસે અભ્યાસ નથી. તેમણે મગફળી કૌંભાંડમાં નાફેડ જવાબદાર હોય તો સરકારે નાફેડ ઉપર કેસ કરવાનો પડકાર ફેંક્્યો છે.
ગુજકોમાસોલના ચેરમેન અને મુખ્યમંત્રી વચ્ચે મનમેળ ન હોવાથી ફડચામાં ગયેલ મંડળીઓને ખરીદીનું કામ સોંપાયાનો પણ આક્ષેપ કર્યો હતો. તેમણે ફડચામાં ગયેલી ગુજકોટને પણ ૮૦ ટકા ખરીદીની કામગીરી સામે પણ સવાલ ઉઠાવ્યા છે.

(જી.એન.એસ)

જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
Mo. 9978406923
PRESS card આપવામાં આવશે

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY