સાબરકાંઠા,તા.૧૨
સમગ્ર ગુજરાતમાં વરસાદ વરસી રહ્યો છે ત્યારે ઠેકઠેકાણે વીજ કરંટ લાગવાના કિસ્સાઓ સામે આવી રહ્યા છે. આવો જ એક કિસ્સો સાબરકાંઠાના તલોદમાં બન્યો છે. જ્યાં ઘર આગળ આવેલા વીજ પોલ પાસેથી પસાર થતાં જ કરંટ લાગ્યો હતો. જેના પગલે તેનું મોત નીપજ્યું હતું. આ અંગે પોલીસે ઘટના સ્થળે પહોંચીને આગળની કાર્યવાહી હાથધરી છે.
મળતી માહિતી પ્રમાણે મેહુલસિંહ અરવિંદસિંહ પરમાર સાબરકાંઠાના તલોદ તાલુકાના ડુંગરી ગામમાં રહે છે. તેઓ આજે વહેલી સવારે પોતાના ઘર આગળથી પસાર થતાં હતા ત્યારે નજીક આવેલા વીજળીના થાંભલામાંથી પસાર થતી વીજળીના કારણે તેને કરંટ લાગ્યો હતો.
કરંટ લાગવાથી તેનું ઘટના સ્થળે જ મોત નીપજ્યું હતું. સાથે સાથે આ ઘટનાની જાણ થતાં જ પરિવારજનોએ પોલીસને જાણ કરી હતી અને તલોદ પોલીસ ઘટના સ્થળે આવીને મેહુલસિંહના મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે તલોદ સિવિલ હોસ્પિટલ મોકલી આપ્યો હતો. અને અકસ્માતે મોતનો ગુનો નોંધીને આગળની કાર્યવાહી હાથધરી હતી.
પરમાર પરિવારનો જુવાનજોધ યુવાનઅકાળે મોતને ભેટવાથી પરિવારમાં માતમ છવાયો હતો. અને આ ઘટનાના પગલે લોકો પણ એકઠાં થયા હતા.
"વંદે માતરમ ,ભારત માતાકી જય"


