દીકરી હિબાના ચહેરાને બચાવવા માતાએ હાથથી તેને ઢાંકી દીધો, દીકરાને બચાવવા ધક્કો માર્યો
શ્રીનગર,તા.૨૬
જમ્મુ-કાશ્મીરના શોપિયાંમાં એક ૨૦ મહિનાની બાળકી પેલેટ ગનનો શિકાર થઈ છે. રવિવારે (૨૫ નવેમ્બર) તે પોતાના ઘરની અંદર હતી, ત્યારે એક પેલેટથી જમણી આંખ પર ઈજા થઈ ગઈ. તેને તાત્કાલીક સારવાર માટે શ્રીનગરની મહારાજા હરિસિંહ હોસ્પિટલ લઈ જવામાં આવી. અહીં ઈલાજ કરી રહેલા ડોક્ટર્સે જણાવ્યું કે તેની હાલત નાજુક છે. તે એક આંખ ગુમાવી શકે છે. મૂળે, રવિવારની સવારે એક એન્કાઉન્ટર દરમિયાન સુરક્ષા દળો અને સ્થાનિક લોકોની વચ્ચે ઘર્ષણ થયું. રિપોટ્સ મુજબ, આ ઘર્ષણમાં એક સ્થાનિક વ્યક્તિનું મોત થયું હતું. બીજી તરફ, ૫૦ અન્ય લોકો ઘાયલ થયા હતા. હિબા પણ આ દરમિયાન ઘાયલ થઈ ગઈ હતી.
હિબાની માતાએ જણાવ્યું કે, બહાર જ્યારે એન્કાઉન્ટર ચાલી રહ્યું હતું તો તે પોતાના બે બાળકોની સાથે ઘરની અંદર હતી. તેઓએ વધુમાં કહ્યું કે, અમે ઘરની અંદર હતા અને બહાર ટિયરગેસ છોડવામાં આવી રહ્યો હતો. એક સમય એવો આવ્યો કે જ્યારે મારો પાંચ વર્ષનો દીકરાને શ્વાસ લેવાની તકલીફ થવા લાગી. ત્યારબાદ મેં પોતાના બાળકોને બહાર લઈ જવાનો નિર્ણય કર્યો. જેવી મેં દરવાજા ખોલ્યો તો ત્રણ સુરક્ષાકર્મીએ સીધું અમારી પર પેલેટ ગન ફાયર કરી.
આ પરિવાર શોપિયાં જિલ્લાના બાટાગુંડના કપરીનમાં રહે છે, જ્યાં રવિવારની સવારે એન્કાઉન્ટર થયું હતું. ઘટના બાદ હિબાને શોપિંયાની એક હોસ્પિટલમાં લઈ જવામાં આવી અને પછી ત્યાંથી શ્રીનગર રેફર કરી દેવામાં આવી. મર્સાલા જાને જણાવ્યું કે, તેનો હાથે પેલેટ ગનના કારણે ઈજા થઈ છે. તેમણે કહ્યું કે, મેં હિબાના ચહેરાને બચાવવા માટે તેની પર હાથ ઢાંકી દીધો. જા હું આવું ન કરતી તો પેલેટના કારણે તેનો ચહેરો બગડી જતો.
(જી.એન.એસ)
જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
Mo. 9978406923
PRESS card આપવામાં આવશે.
આવતી કાલના સમાચાર પત્રો ના સંભવિત સમાચાર આજેજ નિહાળો.(રોજ રાત સુધી માં 100 થી વધુ સમાચાર માટે જોતા રહો)
www.jungegujarat.in
*જાહેરાત માટે સંપર્ક કરો
7574888861

"વંદે માતરમ ,ભારત માતાકી જય"






