ન્યુ દિલ્હી,તા.૩૦
રાંધણ ગેસ ઉપભોક્તાઓ માટે સારા સમાચાર આવ્યા છે. રાંધણ ગેસની કિંમતોમાં ઘટાડો આવી શકે છે. સબસિડી વિનાના ગેસ સિલિન્ડરની કિંમત ઓછી થઈ શકે છે. કેન્દ્ર સરકાર સબસિડીવાળા ગેસ સિલિન્ડર પર પણ ઉપભોક્તાઓને થોડી રાહત આપી શકે છે.
રાંધણ ગેસ સિલિન્ડર પૂરો પાડનારી સાર્વજનિક ક્ષેત્રની તેલ કંપનીઓ દર મહિને એક તારીખે ભાવ નક્કી કરે છે. છેલ્લા કેટલાક મહિનાઓમાં રાંધણ ગેસની કિંમતોમાં વૃદ્ધિ થઈ રહી હતી. પરંતુ આંતરરાષ્ટ્રીય બજારમાં ન્ઁય્ ગેસની કિંમતોમાં આવેલા ઘટાડાનો ફાયદો ઉપભોક્તાઓને મળી શકે છે. ગેસ કંપનીઓના ૧૯ કિલોના વાણિજ્યિક ઉપયોગવાળા ગેસ સિલિન્ડરની કિંમતો પર સૌથી વધુ અસર પડશે.
રાંઘણગેસની કિંમતોમાં સંભવિત ઘટાડો જોતા ગેસ એજન્સીઓ ગેસ કંપનીઓને આપેલા પોતાના ઓર્ડર કેન્સલ કરી રહી છે. તેમજ ઘણી ગેસ એજન્સીઓની ફરિયાદ છે કે, તેમને માગ કરતા વધુ ગેસ મોકલવામાં આવી છે. આ બધાની વચ્ચે ગેસની કિંમતો ઓછી થાય તો તેનો સીધો ફાયદો ઉપભોક્તાઓને મળશે.
"વંદે માતરમ ,ભારત માતાકી જય"


