સાગબારા તાલુકાના નાનકડા ગામની દીકરી પર પડોસી યુવાને બળાત્કાર કરી જાનથી મારી નાખવાની ધમકી આપી.

0
43

રાત્રે દરવાજો ખખડાવી ખોલવા જતી દીકરી નું મોં દબાવી બળાત્કારી યુવાન એના ઘર માં લઈ ગયા બાદ બળાત્કાર કરી કોઈને કહીશ તો જાનથી મારી નાખવાની ધમકી આપી.

રાજપીપળા: નર્મદા જિલ્લા ના સાગબારા તાલુકાના એક નાનકડા ગામની 18 વર્ષીય દીકરી પર એની મરજી વિરુદ્ધ બળાત્કાર કરનાર પડોસી યુવાન વિરુદ્ધ ફરિયાદ થતા ગામમાં અરેરાટી ફેલાઈ હતી

પ્રાપ્ત માહિતી અનુસાર સાગબારા ના એક ગામના એક ફળિયા માં રહેતી 18 વર્ષ ની બાળકી ગત તારીખ 25-9-18 ના રોજ ઘર માં સૂતી હતી ત્યારે અચાનક ઘર નો દરવાજો ખખડતા એ દરવાજો ખોલવા જતાજ પડોસ માં રહેતા રવિદાસ લાલમાભાઇ નાઈક એ આ બાળકી નું મોઢું દબાવી તેને નજીક માં આવેલા એના ઘર માં લઈ જઈ બાળકીની મરજી વિરુદ્ધ બદકામ કર્યા બાદ આ વાત કોઈને કહેતી ના નહીતો તને જાનથી મારી નાખીસ તેવી ધમકી પણ આ બળાત્કારી યુવાને આપતા બાળકી ગભરાઈ ગઈ અને પોતાના ઘરે આવ્યા બાદ પરિવાર ને આ બાબતે જાણ કરતા આખરે આ પાડોસી યુવાન વુરૂદ્ધ સાગબારા પોલીસ સ્ટેશને ફરિયાદ આપતા પોલીસે આ હવસખોર યુવાન સામે બળાત્કાર અને મારી નાખવાની ધમકી ની કલમો લગાવી તેને પકડવા ચક્રો ગતિમાન કર્યા હતા વધુ તપાસ સાગબારા પી એસ આઈ વાય એસ સિરસાઠ કરી રહ્યા છે .

ચીફ રિપોર્ટર,નર્મદા,ભરત શાહ,મો.નં.9408975050

જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
Mo. 9978406923
PRESS card આપવામાં આવશે.

આવતી કાલના સમાચાર પત્રો ના સંભવિત સમાચાર આજેજ નિહાળો.(રોજ રાત સુધી માં 100 થી વધુ સમાચાર માટે જોતા રહો)
www.jungegujarat.in
*જાહેરાત માટે સંપર્ક કરો
7574888861

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY