શુક્રવારે અચાનક તકલાદી વાયરિંગ માં શોટ સર્કિટ થી ડેપોના પ્લેટફોર્મ પર અંધારપટ
ડેપો ના ઇલેક્ટ્રિક રૂમ માં જોખમકારક લટકતું વાયરિંગ કોઈનો ભોગ લેવાની રાહ જુવે છે…?!
રાજપીપળા : ગત વર્ષે રાજપીપળા એસ ટી ડેપો નું દોઢ કરોડના ખર્ચે નવીનીકરણ થયું છે છતાં ડેપો માં અનેક તકલીફ યથાવત હોય છાસવારે કોઈને કોઈ સમસ્યા આવતા મુસાફરો અને સ્ટાફ તકલીફ માં મુકાય છે ત્યારે શુક્રવારે સાંજે અચાનક ડેપો ના તકલાદી વાયરિંગ માં શોર્ટ સર્કિટ થતા પ્લેટફોર્મ પણ ના પંખા માંથી ધુમાડા નીકળ્યા બાદ તમામ લાઈટો પંખા અને ટી વી સહીત ના ઇલેક્ટ્રિક ઉપકરણો બંધ થઈ ગયા જેમાં સાંજ માં સમયે ખાસ તો પ્લેટફોર્મ પર અંધારપટ છવાઈ જતા મુસાફરો ને શૌચાલય સહીત ની જગ્યા પર તકલીફ ની સાથે જોખમ પણ લાગ્યું હતું પરંતુ ફરિયાદ કોને કરવી એ એક મોટો સવાલ છે

દોઢ કરોડ જેવી અધધ રકમ માં ચાર નવા ડેપો બની શકે ત્યારે અહીંયા તો માત્ર ઢંગધડા વગર નું રીનોવેશન કરાયું છે જેમાં મોટો ભ્રસ્ટાચાર થયો હોવાની આશંકા પણ છે પરંતુ વાડજ ચિફડા ગળે તો ફરિયાદ કોઈ કરવી જેવી નોબત હોય ત્યારે નર્મદા જિલ્લા ના આ એક માત્ર મુખ્ય ડેપો ની હાલત ક્યારે સુધરશે એ એક મોટો પ્રશ્ન હોય આ જિલ્લા ના રાજકીય આગેવાનો પણ કેમ મૌન સેવી બેઠા છે એ પણ એક સવાલ હોય પ્રજાએજ જાગૃત થઈ તંત્ર ની આંખ પરની પટ્ટી હટાવવી પડશે .
ચીફ રિપોર્ટર,નર્મદા,ભરત શાહ,મો.નં.9408975050
જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
Mo. 9978406923
PRESS card આપવામાં આવશે.
આવતી કાલના સમાચાર પત્રો ના સંભવિત સમાચાર આજેજ નિહાળો.(રોજ રાત સુધી માં 100 થી વધુ સમાચાર માટે જોતા રહો)
www.jungegujarat.in
*જાહેરાત માટે સંપર્ક કરો
7574888861
"વંદે માતરમ ,ભારત માતાકી જય"






