વડોદરા શહેર-જિલ્લામાં એકથી અઢી ઇંચ સુધી વરસાદ, અનેક વિસ્તારોમાં પાણી ભરાયા

0
9

વડોદરા,તા.૧૭
વડોદરા શહેરમાં આજે વહેલી સવારથી શરૂ થયેલા વરસાદને કારણે નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાઇ ગયા હતા. વડોદરામાં વહેલી સવારે બે ઇંચ જેટલો વરસાદ વરસ્યો હતો. તો વડોદરા જિલ્લાના ડેસર, વાઘોડિયા, પાદરા અને ડભોઇ સહિતના પંથકમાં પણ વરસાદ વરસ્યો હતો. વડોદરા જિલ્લામાં એકથી અઢી ઇંચ સુધી વરસાદ ખાબક્્યો હતો.
વડોદરા શહેર અને જિલ્લામાં સાર્વત્રિક વરસાદને પગલે ધરતીપુત્રો ખુશખુશાલ થઇ ગયા છે. લાંબા સમય બાદ આવેલા વરસાદને કારણે શહેરીજનોએ પણ રાહત અનુભવી છે. આજે વહેલી સવારે મેઘરાજાની એન્ટ્રીને કારણે વડોદરા શહેરના નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાઇ ગયા હતા. વડોદરાના ખંડેરાવ માર્કેટ પાસે એક વૃક્ષ ધરાશાયી થઇ જતા રસ્તો બંધ થઇ ગયો હતો. અચાનક જ આવેલા વરસાદને કારણે કેટલાક વિસ્તારોમાં થોડીવાર માટે વીજ પુરવઠો ખોરવાઇ ગયો હતો.
વડોદરા જિલ્લાના ડેસરમાં ૫૨ મિ.મી., પાદરામાં ૧૫ મિ.મી., ડભોઇમાં ૧૭ મિ.મી., વાઘોડિયામાં ૨૯ મિ.મી., શિનોરમાં ૧૧ મિ.મી., કરજણમાં ૬ મિ.મી. અને સાવલીમાં ૧૫ મિ.મી. જેટલો વરસાદ વરસ્યો હતો. ખેતરમાં ઉભેલા પાકને જીવનદાન મળતા ખેડૂતોમાં ખુશી વ્યાપી ગઇ છે.

(જી.એન.એસ.)

જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
Mo. 9978406923
PRESS card આપવામાં આવશે

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY