મુંબઇ,તા.૨૭
લોકસભા ચૂંટણી ૨૦૧૯માં સત્તાના ઘમાસાણ વચ્ચે કોંગ્રેસ છોડી શિવસેનામાં સામેલ થયેલા પ્રિયંકા ચતુર્વેદીને પ્રમોશન મળી ગયું છે. પાર્ટીને અલવિદા કહ્યાના ગણતરીના દિવસોમાં જ તેમને શિવસેનાએ ઉચા હોદ્દા પર બેસાડી દીધા છે. હવે તેઓ શિવસેના પાર્ટીના ઉપનેતા તરીકે નિયુક્ત કરવામાં આવ્યા છે. જણાવી દઈએ કે કોંગ્રેસ કાર્યકરોના અભદ્વ વ્યવહારને લઈ પાર્ટીએ યોગ્ય કાર્યવાહી ન કરતા કોંગ્રેસ છોડી હતી અને શિવસેનામાં જોડાયા હતા. શિવસેનામાં જોડાયા બાદ પ્રિયંકા ચતુર્વેદી શિવસેના માટે મહારાષ્ટ્રમાં પ્રચાર કરી રહ્યા છે. પ્રિયંકાએ નવા હોદ્દા માટે શિવસેના સુપ્રીમો ઉદ્ધવ ઠાકરે અને પાર્ટીનો સોશિયલ મીડિયા પર આભાર માન્યો હતો.
થોડા દિવસો પહેલા ઉત્તર પ્રદેશના મથુરામાં રાફેલ ડિલને લઈને કોંગ્રેસ દ્રારા પ્રેસ કોન્ફરન્સ કરવામાં આવી હતી. આ સમયે કોંગ્રેસના જ કેટલાક કાર્યકરો દ્રારા પ્રિયંકા સાથે અભદ્ર વ્યવહાર કરવામાં આવ્યો હતો. જેની તેમણે હાઈ કમાન્ડને ફરિયાદ કરી હતી. પણ હાઈકમાન્ડ દ્રારા કોઈ પગલાં ભરવામાં ન આવતા પ્રિયંકાએ પાર્ટી છોડવાનું પગલું ભર્યું હતું.
"વંદે માતરમ ,ભારત માતાકી જય"




