વડોદરા,તા.૨૬
વાઘોડિયાના લીમડાગામે પારુલ કોલેજની સામે તળાવમાં રેલિંગ તોડીને કાર તળાવમાં ખાબકી હોવાની ઘટના બની હતી. ઘટનાની જાણ થતાં જ સ્થાનિકોએ ફાયર બ્રેગડને જાણ કરી હતી. ત સાથેસાથે ૧૦૮ એમ્બ્યુલન્સને પણ જાણ કરવામાં આવી હતી. ફાયરના જવાનોએ કારમાં રહેલા બે યુવકોને બહાર કાઢ્યા હતા. જાકે તેમનું મોત નીપજ્યું હતું. સાથે સાથે તળાવમાં ખાબકેલી કારને પણ બહાર કાઢવામાં આવી હતી. ઘટનાની જાણ થતાં લોકોના ટોળા એકઠાં થયા હતા.
મળતી માહિતી પ્રમાણે પારુલ કોલેજ સામે એક તળાવ આવેલું છે જેમાં શુક્રવારે એક કાર રેલિંગ તોડીને કારમાં ખાબકી હતી.
ઘટાની જાણ થતાં જ તરત જ ફાયર બ્રિગેડને જાણ કરવામાં આવી હતી અને ફાયરની ટીમે ભારે જહેમત બાદ બે યુવકો અને કારને બહાર કાઢી હતી. યુવકોને બહાર કાઢી તપાસ કરતા બંને યુવકોના ડૂબી જવાથી મોત થયાનું માલુમ પડ્યું હતું. સાથે સાથે ૧૦૮ એમ્બ્યુલન્સ મારફતે તેમને હોસ્પિટલ મોકલવામાં આવ્યા હતા. સ્થાનિક લોકોને જાણ થતાં લોકોના ટોળા એકઠાં થયા હતા. પોલીસે પણ બંને યુવકોની ઓળકની તજવીજ હાથધરી છે.
"વંદે માતરમ ,ભારત માતાકી જય"




